અમરેલી

શ્રી વૃંદાવન ધામ(U.P) માં વડતાલ ગાદીનાં ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની ઉપસ્થિતિ માં શ્રી ભાગવત કથા અને વ્રજ મંડળના સંતો, ધર્માચાર્યોની સભા

ઉત્તરપ્રદેશ વૃંદાવન સનાતન ધર્મનું મહા પવિત્ર ધામ શ્રી વૃંદાવન ધામ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણમહાપ્રભુજી ખુલા ચરણારવિંદ થી વ્રજ રજને ધન્ય કરી નિત્ય નિવાસ નું વરદાન આપ્યું તે શ્રી વૃંદાવન ધામમાં શ્રી રધુનાથ આશ્રમ ખાતે મુળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ  ગાદીના પ.પુ.1008 શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના આશીર્વાદ થી 

પ.પુ.108 શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની ઉપસ્થિતિ માં ગઢપુરનાં સાંખ્યયોગી શ્રી રમીલાબેન નાં માર્ગદર્શન પ્રમાણે શ્રી વડોદરા મહિલા મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તા.8/9/25 થી તારીખ.14/9/25 સુધી કરવામાં આવ્યું હતું જેના વક્તા પદે ગઢપુરનાં સ્વામી છપૈયાપ્રકાશદાસજી એ કથામૃતનું રસપાન કરાવ્યું હતું આ કથામાં વડતાલ થી બહેનોને સત્સંગ લાભ આપવા પ.પુ.અ.સૌ.ગાદીવાળા માતૃશ્રી તથા પુજ્ય બચુબા શ્રી પધાર્યા હતા આ મહોત્સવમાં ગઢપુર થી

શાસ્ત્રી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજી તથા વડતાલ થી શ્રી  ભક્તિનંદનદાસજી તથા શ્રી જ્ઞાનવલ્લભદાસજી પાર્ષદો સાથે ઉપસ્થિત રહ્યા હતા.આ કથામાં વૃંદાવન ધામ નાં પવિત્ર ભુદેવો ને મહિલા મંડળ દ્વારા જમાડી લાભ પ્રાપ્ત કર્યો હતો સાથે વ્રજ મંડળના સંતો ધર્માચાર્યોની સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુજ્ય શ્રી સંકર્ષણાચાર્ય ભીમકુંડ(M.P) તથા વૃંદાવન ધામ નાં આચાર્ય શ્રી નારાયણજી ભાગવત વિદ્યાપીઠ આચાર્ય શ્રી પુજ્ય ગોવિંદાચાર્યજી તથા આચાર્ય પીઠાધીશ્વર શ્રી યદુનંદનાચાર્યજી તથા રામાયણી આશ્રમના શ્રીઅશોકજીમહારાજ તથા ભાગવતપીઠના ડો.શેષનાથ ઉપાધ્યાય તથા બદ્રીશ મંદીરનાં પુજ્ય શ્રી બદ્રિશજીમહારાજ, તથા શાલીગ્રામ કુટીર નાં મહંત રમણરેતીદાસજી આદિક વૃંદાવન ધામ નાં 75 થી વધુ સંતો મહંતો પધારી અદ્ભૂત સનાતન સત્સંગ ગોષ્ઠી પુજ્ય શ્રી ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજીમહારાજના અધ્યક્ષ સ્થાને યોજાય હતી આ કથામાં પુજ્ય શ્રી અનંતરામાનુજદાસજી મહારાજ સહિત જયેશભાઈ શાહ ઘનશ્યામભાઈ આદિક ભક્તો એ સમગ્ર આયોજનની વ્યવસ્થા સુંદર રીતે સંભાળી હતી.          

Related Posts