અમરેલી જિલ્લામાં કેન્દ્ર પુરસ્કૃત પ્રધાનમંત્રી ફોર્મલાઇજેશન ઓફ માઇક્રો ફુડ પ્રોસેસીંગ એન્ટરપ્રાઈઝ યોજના અન્વયે નાના ફુડ પ્રોસેસીંગ ઉદ્યોગ સ્થાપના માટે સહાય મળવાપાત્ર છે. સામાન્ય લોકો તેમ જ વેપારીઓ, ઉદ્યોગ સાહસિકો, વિવિધ જૂથ વગેરેને કુલ ખર્ચના ૩૫ ટકા અથવા તો રૂ. ૧૦ લાખની મર્યાદામાં સહાય આપવાની યોજના અમલમાં છે.
આ યોજના અંતર્ગત વિવિધ નેશનલાઈઝ બેંકો મારફતે ૯૦ ટકા સુધી લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં આ યોજનાનું અમલીકરણ ગુજરતા સરકારના ગુજરાત એગ્રો તથા બાગાયત વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં ફુડ પ્રોસેસિંગ જેવા કે, મગફળીના નાના ઓઇલ મીલ, ઘઉં ચણાના લોટના કારખાના, મસાલા પાક જેવા કે ઘાણા-જીરૂ દળવાના અને પેકીંગ કરી વેચાણ કરનાર કારખાના, દૂધ ધારિત ચીઝ, પનીર, આઇસ્ક્રીમ ઉદ્યોગ, બેકરી ઉદ્યોગ, મગફળીમાંથી બનતું પીનટ બટર, શેરડીમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ, ફળ તથા શાકભાજીના જામ, જેલી, અથાણા, પલ્પ વગેરેના પ્રોસેસિંગ ઉદ્યોગ, ખાખરા બનાવવાનો ઉદ્યોગ, કેળા તથા બટેટાની વેફઉરનો ઉદ્યોગ, વગેરે માટે ખૂબ સારો અવકાશ છે. અત્યારસુધીમાં જિલ્લા લેવલેથી ૪૦ થી વધુ ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવી છે.
અમરેલી જિલ્લાના તમામ વર્ગના લોકોને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. વધુ માહિતી માટે ડી.પી.આર અધિકારી સંપર્ક ૯૭૨૭૬૯૦૪૧૪ કરવો અથવા નાયબ બાગાયત નિયામકની કચેરી, ચક્કરગઢ રોડ, અમરેલીનો સંપર્ક કરવા અમરેલી નાયબ બાગાયત નિયામકશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
પીએમ #વિનિધ યોજના “к к
”&ું આયોજન



















Recent Comments