અમરેલી

મુખ્યમંત્રી અસ્મિતા યોજના હેઠળ ગુણો મેળવનાર ગ્રામ પંચાયતો માં શાખપુર દ્વિતીય નંબરે પસંદગી પામ્યું

દામનગર ના શાખપુર ગ્રામ પંચાયત મુખ્યમંત્રી અસ્મિતા યોજના હેઠળ ગુણો મેળવનાર ગ્રામ પંચાયતો માં લાઠી તાલુકા માં શાખપુર બીજા નંબરે આવ્યું ગુજરાત સરકારની મુખ્યમંત્રી અસ્મિતા યોજના શ્રેષ્ઠ ગુણો મેળવનાર ગ્રામ પંચાયતોમાં લાઠી તાલુકાના ત્રણ ગામ ૧.ભુરખિયા ૨.શાખપુર ૩.મતિરાળા ની પસંદગી પામ્યા તેમાં શાખપુર ગામનો બીજા નંબરે શ્રેષ્ઠ ગુણો મેળવેલ છે જે બદલ શાખપુર ગ્રામજનો દ્વારા શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણનો ખુબ ખુબ આભાર માન્ય હતો મુખ્ય મંત્રી અસ્મિતા યોજના હેઠળ અનેક પ્રકાર ની કામગીરી ઓના મૂલ્યાંકન બાદ લાઠી તાલુકા ના ત્રણ ગામો પ્રથમ ભુરખિયા દ્વિતીય  શાખપુર અને ત્રિતીય મતિરાળા ગામો ની મુખ્ય મંત્રી અસ્મિતા યોજના હેઠળ પસંદગી પામ્યા છે અનેક પ્રકાર ના સર્વે પારદર્શી પ્રમાણિક વહીવટ સરળી કરણ ઝડપી કાર્ય નિકાલ પાયા ની સુવિધા ઓ સહિત ના માપદંડ માં જાગૃત સરપંચ ખુમાણ ની મહેનત રંગ લાવતા સમગ્ર પંથક માં સરપંચ ને અભિનંદન પાઠવી શુભેચ્છા વ્યક્ત કરાય રહી છે

Related Posts