“સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનના ભાગરૂપે અમરેલી જિલ્લાના ૧૨ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
“સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત આયોજિત હેલ્થ કેમ્પમાં મહિલાઓનું આરોગ્ય સ્ક્રિનિંગ, માતા અને બાળ સંભાળ, જાગૃતિ અને વર્તન પરિવર્તન, ની:ક્ષય મિત્ર નોંધણી, રક્તદાન કેમ્પ વગેરે આરોગ્યલક્ષી બાબતો કેન્દ્ર સ્થાને રહેશે.
વહીવટી તંત્રના આયોજન મુજબ કુંકાવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર – CHC ખાતે તા.૧૯/૦૯/૨૦૨૫ના રોજ હેલ્થ કેમ્પ યોજાશે. તેવી જ રીતે વડીયા સી.એસ.સી ખાતે તા.૨૧/૯/૨૦૨૫ના, ખાંભા ખાતે તા.૨૨/૯/૨૦૨૫, બાબરા અને જાફરાબાદના સી.એસ.સી ખાતે તા.૨૩/૯/ ૨૦૨૫, દામનગર અને વીજપડી સીએસસી ખાતે તા.૨૫/ ૯/૨૦૨૫, વંડા અને ચલાલા સી.એસ.સી ખાતે તા.૨૬/૯/ ૨૦૨૫ અને લીલીયા, બગસરા તથા ધારી સીએચસી ખાતે તા.૩૦/૯/૨૦૨૫ના હેલ્થ કેમ્પ યોજાશે.
આ હેલ્થ કેમ્પમાં લોકોને ઈએનટી, આંખ, બીપી, ડાયાબિટીસ ચેક અપ, કેન્સર (મોં, સ્તન અને ગર્ભાશય)ની ચકાસણી, રસીકરણ, ગર્ભવતી મહિલાઓની પૂર્વ પ્રસુતિ તપાસ, એનિમિયા સ્તરની ચકાસણી, ટેલીમેડિસન, ક્ષયરોગ – ટીબી સિકલસેલ એનિમિયા વગેરેની તપાસ કરી આપવામાં આવશે.
આમ, “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત આયોજિત હેલ્થ કેમ્પ અને કાર્યક્રમોનો જાહેર જનતાને મહત્તમ લાભ લેવા માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.બી.પંડ્યાએ અનુરોધ કર્યો છે.


















Recent Comments