અમરેલી નગરપાલિકા દ્વારા ”સ્વચ્છતા હી સેવા-
૨૦૨૫ ” અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા અને સાંસદશ્રી ભરતભાઇ સુતરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં નગરપાલિકા કક્ષાનો “સ્વચ્છતા હી સેવા” અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.
આ અભિયાનની થીમ મુજબ ”સ્વચ્છોત્સવ‘’ને કેન્દ્રમાં રાખી નગરપાલિકા વિસ્તારમાં ગાર્બેજ વલ્નરેબલ પોઇન્ટ્સ, બ્લેક સ્પોટ, જાહેર બજાર, જાહેર રોડ રસ્તા, રહેણાંક વિસ્તારોમાં સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે ઉપરાંત સ્વચ્છતા લક્ષિક એકમો (CTU) અને બ્લેક સ્પોટની સાફ-સફાઈ ઝુંબેશનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અભિયાનમાં જનભાગીદારી અને સ્વંયસેવી સંસ્થાના સહયોગથી દૈનિક ધોરણે સ્વચ્છતાના કાર્યક્રમો યોજાશે. તા. ૨૨ સપ્ટેમ્બર,૨૦૨૫ સુધી અમરેલી શહેરમાં એસ.ટી. બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, રીક્ષા ટેક્સી સ્ટેન્ડ, જાહેર પાર્કિંગના સ્થળો, શહેરી વિસ્તારના રીંગ રોડ, ઐતિહાસિક સ્થળો, ધાર્મિક સ્થળો, સાર્વજનિક અને ટ્રેકિંગ, કેમ્પિંગ સ્થળો પર સાફ સફાઈ કરવામાં આવશે.
તા. ૩૦ સપ્ટેમ્બરથી ૦૬ ઓક્ટોબર,૨૦૨૫ દરમિયાન શહેરોમાં આવેલ નદી વિસ્તાર, તળાવો, સરોવરો, વરસાદી પાણીના નાળા સહિતના સ્થળો ઉપરાંત તા.૦૭ થી ૧૩ ઓક્ટોબર દરમિયાન શહેરના વિવિધ સર્કલ, ખુલ્લા પ્લોટ, પ્રતિમાઓ વગેરે સ્થળો, તા. ૧૪ થી ૨૦ ઓક્ટોબર દરમિયાન વાણિજ્ય વિસ્તારો, એ.પી.એમ.સી, શાકભાજી માર્કેટ, સ્ટ્રીટ ફૂડ માર્કેટ સહિતના સ્થળોએ સ્વચ્છતા ઝુંબેશ યોજાશે.
અમરેલી નગરપાલિકા દ્વારા ”સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ ” અભિયાન પ્રારંભ પ્રસંગે અમરેલી નગરપાલિકા પ્રમુખશ્રી બિપીનભાઈ લીંબાણી, ઉપપ્રમુખશ્રી બીનાબેન કાલેણા, અન્ય પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




















Recent Comments