દામનગર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે સુરત ની ગ્રીન આર્મી ટિમ દ્વારા ત્રિદેવ સ્વરૂપ એકજ ક્યારા માં બ્રહ્મા વિષ્ણુ મહેશ ઉંમરો પીપળો અને વડલા નું રોપણ કર્યું ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ દુષયનભાઈ પારેખ સહિત ના ટ્રસ્ટી ઓ પૂજારી પરિવાર શ્રી ભુરખિયા ગ્રામજનો ની ઉપસ્થિતિ માં વૃક્ષ મંદિર રોપાયું હતું વૈદિક મંત્રોચ્ચાર ની ધ્વનિ વચ્ચે છોડ માંજ રણછોડ ના મહિમા ને દર્શાવતા ગ્રીન આર્મી ટિમ ના જવાનો એ પર્યાવરણ પ્રકૃતિ પ્રત્યે દરેક નાગરિક ની ફરજ થી સર્વ ને અવગત કર્યા હતા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા થતી અનેક વિધ સેવા પ્રવૃત્તિ નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરતા ગ્રીન આર્મી ટિમ ના જવાનો એ દાદા ના દર્શન પૂજન અર્ચન કરી ધન્યતા વ્યક્ત કરી હતી મંદિર પરિસર ની સ્વચ્છતા ભોજન પ્રસાદ યાત્રિકો માટે ઉદત સેવા થી રાજીપો વ્યક્ત કર્યો હતો સરદાર સન્માન યાત્રા ના રૂટ ઉપર આવતા રાજ્ય ના ૧૯ જિલ્લા ઓના ૬૨ તાલુકા ઓના ૩૬૫ ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં દૈનિક એવરેજ ૩૪ વૃક્ષ મંદિરો રોપી છેલ્લા ૧૫ દિવસ થી અવિરત શ્રમદાની ટિમ આજે શ્રી ભુરખિયા દાદા ના સાનિધ્ય માં પધારી વૃક્ષ મંદિર રોપી અભિયાન અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો
ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં ગ્રીન આર્મી ટિમ ના જવાનો એ વૃક્ષ મંદિર રોપ્યું


















Recent Comments