દામનગર આંસોદર પ્રાથમિક શાળામાં તારીખ ૧૮/૦૯/૨૫ ને ગુરુવારના રોજ કિરીટકુમાર કનૈયાલાલ જાની મૂળ આંસોદર હાલ મુંબઈ તરફથી તેમના પિતાશ્રી સ્વ.કનૈયાલાલ અંબાશંકર જાની (ભૂતપૂર્વ આચાર્ય) ના સ્મરણાર્થે શ્રી આંસોદર પ્રાથમિક શાળા પરીવાર, વાવડીયા કે.વી.વિદ્યામંદિર પરીવાર, તમામ આંગણવાડી પરીવાર ને અમૂલ ઘી થી બનાવેલ ફૂલડીસ થી ભાવથી જમાડેલ,તેમજ સફાઈ કામદાર, મધ્યાહન ભોજન સ્ટાફને રોકડ રકમ અને નવા વસ્ત્રો આપી હ્રદયના ભાવથી સન્માનિત કરેલ.ગામના શાળા આસપાસ ના સામાન્ય પરીવાર ને પણ ઘેર ઘેર પ્રસાદ આપેલ,શાળાને પણ સ્મૃતિ રૂપે પીપળ પર્ણ અર્પણ કરી વતન પ્રત્યેનું ઋણ ચુકવેલ, વતન પ્રત્યેની લાગણીઓ ને સો સો સલામ.
આસોદર પ્રા. શા. ના ભૂતપૂર્વ આચાર્ય જાની પરિવારે શાળા માં અનોખી પુણ્યસ્મૃતિ ઉજવી


















Recent Comments