*મોટી કુંકાવાવ તા,૧૯ ના રોજ આપણાં દેશનો વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે કુંકાવાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ માં વિવિધ રોગો ના નિષ્ણાંત ડોક્ટર ટીમ દ્વારા દર્દીઓ ની તપાસ, લેબોરેટરી તેમજ સાથે વિનામૂલ્ય દવાઓ પણ દર્દી નારાયણો ને આપવામાં આવી હતી.*
*આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો,જોશી સાહેબ. પ્રાંત અધિકારી કમલેશ નંદા સાહેબ, જિલ્લા સર્વેલન્સ અને મેલેરીયા અધિકારી ડો.એ.કે.સિંગ સાહેબ સાથે આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય વિધાનસભા નાં નાયબ મુખ્ય દંડક એવા શ્રી કૌશિકભાઈ વેકરીયા તેમજ કુંકાવાવ તાલુકા પંચાયત સ્ટાફ, અમરેલી જીલ્લા પંચાયત સદસ્યો, તાલુકા ભાજપ પ્રમુખ તેમજ ટીમ, જીલ્લા ભાજપ પ્રમુખ સહિત કુંકાવાવ તાલુકા ના સરપંચ શ્રી ઓ ની વિશેષ ઉપસ્થિતી રહેલ હતી.*
*સવારે ૯.૦૦કલાકે મહેમાન અધિકારીશ્રીઓ ના આગમન બાદ કૌશિકભાઈ વેકરીયા ના વરદહસ્તે દિપ પ્રાગટ્ય કરી સર્વ રોગ નિદાન કેમ્પ નો પ્રારંભ કરાયો હતો.વિવિધ શાબ્દિક સ્વાગત પ્રવચન બાદ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા દ્વારા કેમ્પમાં આવેલ તમામ ડોક્ટર શ્રીઓ ની મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી.*
*આજ ના આ સર્વરોગ નિદાન કેમ્પમાં આવેલ દર્દિનારાયણો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ને જન્મદિવસ શુભકામનાઓ સાથે આશિર્વાદ પણ આપતાં પણ જોવા મળેલ હતા.*
*આ કેમ્પ ને સફળ બનાવવા કુંકાવાવ સરપંચ ફૌજી સંજયભાઈ લાખાણી તેમજ ગ્રામ પંચાયત ટીમ સાથે કુંકાવાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર નાં તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી કેમ્પ સફળ બનાવી દર્દિનારાયણો નાં આશિર્વાદ મેળવ્યા હતા..*
દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કુંકાવાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું



















Recent Comments