ગત તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રીએ સતત અને અવિરત દેશના વિકાસ માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમણે વર્ષ ૨૦૪૭માં ‘વિકસિત ભારત’ દેશ બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે. આ સપનું અંદાજે ૧૪૦ કરોડથી વધુ દેશવાસીઓનું છે. આ સપનાને સાકાર કરવા માટે દેશમાં ‘આત્મનિર્ભર ભારત’ અને વિદેશી ચીજ-વસ્તુઓની જગ્યાએ ‘મેડ ઇન ઇન્ડિયા’ પ્રોડ્કટના ઉપયોગનું વડાપ્રધાનશ્રીએ આહ્વાન કર્યું છે.
‘સ્વદેશી અપનાઓ’ અભિયાન અન્વયે અમરેલીમાં સૌપ્રથમવાર એપેક્ષ સ્કૂલના બાળકોએ અનોખી રીતે વડાપ્રધાનશ્રીના જન્મદિવસની ઉજવણી કરી છે. એપેક્ષ સ્કૂલના કુલ ૭૫ વિદ્યાર્થીઓએ શહેરના ૭૫ મોટા વેપારીઓને ત્યાં રૂબરું મુલાકાત લીધી હતી. સાથે વિદ્યાર્થીઓેએ વેપારીઓને CERTIFICATION OF APPRECIATION પણ આપ્યા હતા.
એપેક્ષ સ્કૂલના વિદ્યાર્થીઓના સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવવાની આ ઉમદા અને અનોખી ઉજવણીમાં શાળાના શિક્ષકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. બાળકોએ શહેરના વેપારીઓને ‘Made in India products’ ને વધુ પ્રોત્સાહન આપવા તેમ જ ‘Make in India’ અભિયાનમાં યોગદાન આપવા અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના વિદ્યાર્થીઓને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે શરૂ થયેલ અભિયાનમાં સહભાગી બનવા આહ્વાન કર્યું હતું. એપેક્ષ સ્કૂલના વિદ્યાર્થીઓની ઉમદા પહેલને અમરેલીના વેપારીઓએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો અને આ પહેલને બિરદાવી હતી. વેપારીઓએ આત્મનિર્ભર ભારતની સંકલ્પનામાં યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
અમરેલી સ્થિત એપેક્ષ સ્કૂલના સંચાલકશ્રી ઉપેન્દ્રભાઈ વડાળીયાએ જણાવ્યું હતું કે, આ ઉજવણી માત્ર વડાપ્રધાનશ્રીના જન્મદિવસની ઉજવણી નથી, પરંતુ “આત્મનિર્ભર ભારત” તરફનું એક પ્રેરણાદાયી પગલું છે.



















Recent Comments