મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાર્યભાળ સંભાળતાની સાથે જ વર્ષ
ર૦૧૪થી રાષ્ટ્રવ્યાપી ‘‘સ્વચ્છ ભારત મિશન’’ નો પ્રારંભ કરાવ્યો હતો. આગામી તા. ૨ ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના
રોજ આ અભિયાનના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં ‘‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’’ સ્વચ્છોત્સવ અભિયાનનું આયોજન કરવામાં
આવ્યું છે. તા. ૧૭ સપ્ટેમ્બર થી ર ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન દેશભરમાં ‘‘સ્વચ્છોત્સવ’’ની થીમ પર વિવિધ સ્વચ્છતાલક્ષી
પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવનાર છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં ‘‘નિર્મળ ગુજરાત ૨.૦’’ અને આગામી
સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને ‘‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અંતર્ગત યોજાનાર સ્વચ્છોત્સવ અભિયાન તા. ૧૭ સપ્ટેમ્બરથી ૩૧
ઓકોટબર સુધી યોજાનાર છે.
પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ, ભાવનગર ઝોનના માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લાની સિહોર, પાલીતાણા, તળાજા,
ગારીયાધાર, મહુવા અને વલ્લભીપુર નગરપાલિકાઓમાં આ અભિયાનનો ૧૭ સપ્ટેમ્બરે શુભારંભ થયેલ છે આ અભિયાન ૩૧ ઓક્ટોબર સુધી
એટલે કે ત્રણ પખવાડિયા સુધી વિવિધ કાર્યક્રમો અને શહેરોના તમામ ભાગની સફાઈ કરી ચલાવવામાં આવશે.
ભાવનગર જિલ્લામાં સિહોર, પાલીતાણા, તળાજા, ગારીયાધાર, મહુવા, વલ્લભીપુર નગરપાલિકાઓ પૈકી મહુવા નગરપાલિકા ખાતે
ધારાસભ્યશ્રી શીવાભાઈ ગોહિલ હાજર રહેલ હતા અને અન્ય નગરપાલિકાઓમાં પદાધીકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ તથા નગરપાલિકાનો
તમામ સ્ટાફ અને શહેરીજનો ઉપસ્થિત રહેલ હતા.
આ કાર્યક્રમનો શુભારંભ સંસ્કૃતિક કાર્યક્રમોથી કરવામાં આવી હતી અને ત્યારબાદ મુખ્ય રસ્તાઓ, શાકમાર્કેટ, કોમર્શીયલ વિસ્તારો,
રહેણાકી વિસ્તારો, ઝુપડપટ્ટી વિસ્તારો વગેરેની સાફ સફાઈની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરવામાં
આવેલ હતા. કાર્યક્રમ દરમિયાન અંદાજે ૧૨૫ વ્યક્તિઓ જોડાઈ હતી અને ૩૪૮ જેટલા સફાઈ કર્મીઓ દ્વારા કુલ ૫.૧૪ ટન કચરો એકત્રિત
કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.
‘


















Recent Comments