અમરેલી

જાફરાબાદ નગરપાલિકા અધિકારી-કર્મચારીઓને આપાતકાલીન સ્થિતિમાં રાહત-બચાવની કામગીરી માટે તાલીમ અપાઈ

મહેતા હાઈસ્કુલમાં ફાયર સેફટી, ૧૦૮ અને ૧૧૨ આવશ્યક સેવાઓ તથા ફસ્ટ એઈડની તાલીમ ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ તાલીમમા નગરપાલિકાના ૮૦ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

અમરેલી ફાયર કચેરીના હરેશભાઈ સરતેજા અને તેમની ટીમ દ્વારા ફાયર સેફટી અંગેની થિયરી અને પ્રેક્ટીકલ ડિમોન્સ્ટ્રેશન દ્વારા સમજ આપવામાં આવી હતી. આ સાથે રેડ ક્રોસ સોસાયટીના શ્રી વ્યાસે પ્રાથમિક સારવાર અને રાજુભાઈ બાંભણીયા અને તેમની ટીમ દ્વારા ૧૦૮  આવશ્યક સેવાઓ વિશે વિસ્તૃત તાલીમ આપી હતી.

ઉપરાંત ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં રાખવામાં આવતા વિવિધ સાધનોનું નિદર્શન કરવામાં આવ્યુ હતુ. મહત્વનું છે કે, કોઈપણ કુદરતી આફત કે માનવસર્જિત દુર્ઘટના સમયે પ્રથમ પ્રતિભાવ ફ્રન્ટ લાઈન વોરિયર તરીકે નગરપાલિકાના અધિકારી અને કર્મચારીએ આપવાનો થતો હોય છે, જેથી નગરપાલિકાના અધિકારી કર્મચારીઓને આ તાલીમ દ્વારા આપત્તિના સમયે રાહત – બચાવની કામગીરી માટે સુસજ્જ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૫ ને શહેરી વિકાસ વર્ષ તરિકે ઉજવવામાં આવી રહ્યુ છે. જેમા ગૂડ ગવર્નન્સન ત્રણ આધાર પૈકી અધિકારી, કર્મચારીઓની તાલીમ પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આ તાલીમ યોજાઈ હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ૨૦૦૫ ને પહેલી વાર શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યુ હતું. ત્યારથી શરૂ થયેલી રાજયની શહેરી વિકાસ યાત્રાને આજે ૨૦ વર્ષ પુરા થઈ ચુક્યા છે. જેના ઉપક્રમે ગુજરાત સરકાર વર્ષ ૨૦૨૫ ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહી છે.

Related Posts