અમરેલી

બગસરાના જુના વાઘણીયા ગામે સ્વચ્છોત્સવ અંતર્ગત સફાઈ હાથ ધરાઈ

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બગસરાના જુના વાઘણીયા ગામે ગ્રામ પંચાયત કચેરી સહિતના જાહેર સ્થળોએ સાફ સફાઈ કરવામાં આવી હતી.

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગતના સ્વચ્છોત્સવમાં સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, તલાટી મંત્રીશ્રી સહિતના આગેવાનો અને ગ્રામજનો જોડાયાં હતાં અને સાફ સફાઈ હાથ ધરી હતી. આ તકે બગસરાનો એસબીએમ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.

Related Posts