રાજકોટ જિલ્લાના રીબડા ગામના અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા અને અતાઉલ બદરૂદીન મણીયારના પોલીસ રિમાન્ડ આજે પૂર્ણ થયા હતા. આજે બપોર બાદ બંને આરોપીઓને ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં કોર્ટે તેમને જૂનાગઢ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.
નોંધનીય છે કે ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા કબજે લીધો હતા. કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા હતા. આજે રિમાન્ડ પૂર્ણ થતાં, અનિરુદ્ધસિંહને સરકારી હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવાયા હતા. મેડિકલ રિપોર્ટ બાદ તેમને ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાંથી તેમને જૂનાગઢ જેલમાં મોકલવાનો કોર્ટે આદેશ કર્યો હતો
ઉલ્લેખનીય છે કે આ કેસમાં બીજા આરોપીને અતાઉલ બદરૂદીન મણીયારને LCBએ ઝડપ્યો હતો , તેને પણ ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતો. ગોંડલ તાલુકા પોલીસે તેમના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી, પરંતુ કોર્ટે આજે સાંજે ૪ વાગ્યા સુધીના રિમાન્ડને મંજૂરી આપી હતી. આજે રિમાન્ડ પૂર્ણ થતાં, અતાઉલને પણ મેડિકલ તપાસ બાદ ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને જૂનાગઢ જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે.


















Recent Comments