તળાજાના નવી કામળોલ ગામે લુપ્ત થતા સ્ટેજ નાટકોની નવરાત્રિમાં પરંપરા જાળવી
પોરાણીક અને એઈતિહસિક નાટકોને એવોર્ડ પણ એનાયત થયા છે
નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે નવી કામળોલ ગામે શક્તિ મંડળ દ્વારા ભજવાતા લુપ્ત થતા સ્ટેજ નાટકોની નવરાત્રિમાં પરંપરા જાળવી રાખી છે.આ એતિહસિક ધાર્મિક નાટક જોવા માટે આજુ બાજુના ૧૦ ગામમાંથી માનવ મેદની ઉમટી પડે છે.આવા સ્ટેજ નાટકો માટે એવોર્ડ પણ મળેલ છે.
મળતી વિગત મુજબ તળાજા તાલુકાના નવી કામળોલ ગામે નવરાત્રી ઉત્સવ દરમિયાન ઇતિહાસિક નાટકો ભજવવામાં આવે છે.ટીવી અને મોબાઈલના યુગમાં સ્ટેજ નાટકો લૂપ્ત થઈ ગયા છે ત્યારે નવી કામળોલ ગામે શક્તિ મંડળ દ્વારા સ્ટેજ નાટકો ભજવવાવામાં આવી રહ્યા છે. જે જીવંત રાખવાનો સક્રિય પ્રયાસ થઈ રહ્યો છે. આ નાટકો જોવા ભારે માનવ મેદની ઉમટી પટે છે.
નવી કામળોલ ગામે પ્રથમ નવરાત્રિએ કામનાથ મહાદેવ ના પટાંગણથી શ્રી માં બાલા બહુચરનું વાજતે ગાજતે પ્રસ્થાન થયું હતું.જે બહુચર મંદિર ચોકમાં પધરામણી કરી હતી. નવ દિવસ માતાજીની આસ્થા અને ભક્તિભાવ પુર્ણ આરાધના થશે. નવ દિવસ સુધી રાત્રે એતિહાસિક નાટક ભજવાશે. જેમાં આજે પ્રથમ દિવસે અમરસિંહ રાઠોડ નાટક ભજવવામાં આવ્યું હતું. હવે પછી અનુક્રમે વીર રામવાળો , શક્તિ હરપાલદે, ભૂષણ મોરી, રાજા ચંદ્રહંચ, શેતલના કાંઠે ,રા કવાટ, પાવાનો પતય, મેવાડી તલવાર, કુંભારાણા જેવા પૌરાણિક નાટકો ભજવાશે.
નવી કામળોલ ગામે શ્રી શક્તિ મંડળ ચેરીટેબલ ટ્રષ્ટ જે બહુચરાજી , અંબાજી અને મહાકાળી માતાજીનું મંદિર બાંધી રહ્યા છે.જેનો પ્રારંભ થઇ ગયો છે. મંદિરની ડિઝાઇન અને નકશો સોમપુરાએ બનાવ્યો છે.આ મંદિરનું બાંધકામ વાસ્તુ શાસ્ત્ર મુજબ બની રહ્યું છે. તેમાં મકરાણાનો ગુલાબી પત્થર વપરાઈ રહ્યો છે. પ્લીનથ સુધીનું કામ પૂર્ણ કરી નાખ્યું છે.



















Recent Comments