વિડિયો ગેલેરી

ગુજરાત રાજ્યના નિર્ણાયક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનોતેમાં સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ મંત્રી મુકેશભાઈ પટેલનો ખુબ ખુબ આભાર

ગુજરાત સરકાર સતત ખેડૂતોના હિતને પ્રાથમિકતા
આપતા નિર્ણયો લઈ રહી છે. રાજ્યના બાકી રહેલા ૨૩ જિલ્લા માટે હવે ખેત
તલાવડી બનાવવા માટે જીઓ મેમ્બ્રેન (પ્લાસ્ટિક લાઇનિંગ) આપવા માટેની
યોજનાની ઓનલાઈન અરજીઓ લેવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે.
આ યોજનાનો મુખ્ય હેતુ “ખેતરનું પાણી ખેતરમાં અને ગામનું પાણી ગામમાં”
અભિયાનને વધુ મજબૂત બનાવીને સિંચાઈ ક્ષેત્રમાં પાણીનો સંચય વધારવાનો છે.
ખેત તલાવડી થકી ખેડૂતોને વરસાદી પાણી તથા સિંચાઈ માટેના સ્ત્રોતોને જાળવી
રાખવા સરળતા રહેશે, જે ભવિષ્યમાં પાણીની અછત સામે અસરકારક રક્ષણરૂપ
બનશે.

અમરેલી જિલ્લામાં આ યોજના લાગુ કરવાની માંગણી મુદ્દે ધારાસભ્ય મહેશભાઈ
કસવાલા તથા ખેડૂતો દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવી હતી. સરકારના
સકારાત્મક અભિગમને કારણે હવે અમરેલી જિલ્લો પણ આ યોજનામાં સામેલ થયો
છે, જે સમગ્ર જિલ્લામાં પાણી સંચયની દિશામાં એક મોટું પગલું સાબિત થશે.
ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું કે, “આ યોજના ખેડૂતો માટે
આશીર્વાદરૂપ સાબિત થશે. ચીંચાઈમાં પાણીની સમસ્યાનું સમાધાન લાવવાના
દૃષ્ટિકોણથી ખેડૂતો મોટા પ્રમાણમાં અરજીઓ કરી આ યોજનાનો લાભ લે તેવી
ખાસ અપેક્ષા છે.”

અરજદારો માટે ઓનલાઈન પોર્ટલ ખુલ્લું રાખવામાં આવ્યું છે. ખેડૂતોએ પોતાના
જમીનના દસ્તાવેજો સાથે તાત્કાલિક અરજી કરવાની અપીલ કરવામાં આવે છે
જેથી સરકાર તરફથી મળતા લાભનો સમયસર લાભ મેળવી શકાય. ગુજરાતના
બાકી રહેલ ૨૩ જિલ્લા માટે ખેત તલાવડી બનાવવા જીઓ મેમ્બ્રેન ( પ્લાસ્ટિક)
આપવાની યોજનાની અરજીઓ લેવાનું ચાલુ થઈ ગયું છે જે તારીખ ૧૦-૧૦-
૨૦૨૫ સુધી ફોર્મ ભરી શકાશે.
અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજ્યના ખેડૂતો માટે આ નિર્ણય ઐતિહાસિક
બની રહેશે. રાજ્યના નિર્ણાયક મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સિંચાઈ મંત્રી શ્રી
કુંવરજી બાવળિયા, તેમજ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના દૃઢ નિર્ધાર અને ખેડૂતો
પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે અમરેલી જિલ્લાના કૃષિ સમાજ તરફથી હૃદયપૂર્વક
આભાર વ્યક્ત કરવામાં આવે છે.

Related Posts