ભાવનગર

બી.એસ.એફ.સેન્ટર ગાંધીનગર અને કચ્છ-ભૂજ ખાતે યોજાનાર તાલીમવર્ગમાં જોડાવાની સુવર્ણ તક

યુવાનો સંરક્ષણ ભરતીમાં સારો દેખાવ કરી શકે તે માટે બી.એસ.એફ. સેન્ટર, ગાંધીનગર અને કચ્છ-ભૂજ ખાતે ૩૦ દિવસીય નિવાસી
તાલીમવર્ગનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવશે. આ તાલીમવર્ગમાં જોડાવાં ઈચ્છુક પુરૂષ ઉમેદવારો કે જેમની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધો.૮
થી ૧૦ પાસ તથા ઉંચાઈ: ૧૬૮ સે.મી., વજન: ૫૦ કિગ્રા અને છાતીનું માપ: ૭૭(+૫) સે.મી., હોવું જોઈએ તથા ઉમેદવારોની ઉમર ૧૭.૫
થી ૨૧ વર્ષ હોવી આવશ્યક છે.
વહેલા તે પહેલાનાં ધોરણે તમામ પ્રમાણપત્રો સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-૫/૬, એનેક્સી બિલ્ડીંગ, બહૂમાળી ભવન,
ભાવનગર ખાતે ચાલુ દિવસો દરમિયાન રૂબરૂ આવી અરજી કરવાની રહેશે. તેમજ અગાઉ આ યોજના અન્વયે તાલીમ લીધેલ ઉમેદવારો ફોર્મ
ભરી શકશે નહીં.તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts