અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાફલા માટે પોલીસે તેમનું વાહન રોક્યું હતું, જેના કારણે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ન્યૂ યોર્કના રસ્તાઓ પર એકજ સ્થાન પર થોભી ને રાહ જોવી પડી હતી. આ ઘટના બની ત્યારે મેક્રોન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાંથી પાછા ફરી રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં મેક્રોન મજાકમાં તેમના અમેરિકન સમકક્ષને ફોન કરીને રસ્તો ખાલી કરવા કહેતા જોવા મળે છે. “શું લાગે છે? હું શેરીમાં રાહ જોઈ રહ્યો છું કારણ કે તમારા માટે બધું થોભી ગયું છે,” મેક્રોનને ફોન પર વાત કરતા સાંભળી શકાય છે.
તેઓ રસ્તાઓ પર ચાલતા અને લોકો સાથે ફોટોગ્રાફ્સ લેતા જોવા મળ્યા હતા. મેક્રોનએ પગપાળા મુસાફરી ચાલુ રાખી અને શેરીઓમાં લગભગ 30 મિનિટ સુધી ચાલ્યા.
મેક્રોન યુએન જનરલ એસેમ્બલીના 80મા સત્ર માટે ન્યૂ યોર્કમાં છે. તેઓ ફ્રેન્ચ દૂતાવાસ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમનું વાહન રોકવામાં આવ્યું હતું.
ન્યૂ યોર્કમાં યુએનજીએની બેઠક પહેલા, ફ્રાન્સ સહિત છ દેશોના નેતાઓએ ઉચ્ચ-સ્તરીય સમિટમાં પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપવા માટે પ્રસ્તાવ મૂક્યો. સોમવારે ફ્રાન્સે સાઉદી અરેબિયા સાથે મળીને ન્યૂયોર્કમાં બેઠક બોલાવી હતી, જ્યારે એન્ડોરા, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, માલ્ટા અને મોનાકોએ કહ્યું હતું કે તેઓ પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપી રહ્યા છે.
આ પગલા પર ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તીવ્ર પ્રતિક્રિયા આપી હતી, જેમણે કહ્યું હતું કે આ દેશો “આતંકવાદને મોટા ઈનામથી પુરસ્કાર આપી રહ્યા છે.”


















Recent Comments