અમરેલી

સાવરકુંડલામાં ડૉ. હેડગેવાર સેવા સમિતિના સહયોગથી આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં લોકોએ લીધો લાભ

તા. ૨૪/૦૯/૨૫ ના રોજ નિયામક-આયુષની કચેરી, ગુજરાત રાજ્ય અને જિલ્લા આયુર્વેદ અધિકારી અમરેલી ના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલામાં સફળતાપૂર્વક આયુર્વેદિક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત ડૉક્ટર હેડગેવાર સેવા સમિતિ, સાવરકુંડલાના સહયોગથી સરકારી આયુર્વેદ દવાખાનું, ઘોબા દ્વારા શ્રી ઉતાવળા હનુમાન મંદિર ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને વિનામૂલ્યે આયુર્વેદિક સારવાર અને નિદાન નો લાભ લીધો. દર્દીઓની સેવા માટે ડૉ. દેવેન્દ્ર ચૌહાણ અને ડૉ. કૌશલ ગોંડલિયા એ તબીબી સેવાઓ પૂરી પાડી હતી. આયોજનને સફળ બનાવવા માટે પંકજભાઈ વ્યાસ, વિનાયક ભાઈ પરમાર અને કૌશિકભાઈ બોરીસાગરે સક્રિય યોગદાન આપ્યું હતું. આ કેમ્પ દ્વારા સમાજને નિ:શુલ્ક અને વ્યવસ્થિત આયુર્વેદિક પદ્ધતિ નો લાભ મળ્યો.  તેમ પત્રકાર યશપાલ વ્યાસની યાદીમાં જણાવેલ છે.

Related Posts