ગુજરાત

અડાલજ હત્યાકાંડ: સાયકો કિલરે ભાગવાનો પ્રયાસ કરી પોલીસ પર હુમલો કર્યો, જવાબી કાર્યવાહીમાં ઠાર

અડાલજ વિસ્તારમાં થયેલા હત્યાકાંડ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી સાયકો કિલર વિપુલ ઉર્ફે નીલ પરમારની રાજકોટથી ધરપકડ કરી હતી. પોલીસે તેને રિકન્ટ્રક્શન માટે ઘટના સ્થળ પર લઈ ગઇ હતી. આ દરમિયાન આરોપી વિપુલ પોલીસની બંદૂક લઇને ભાગ્યો હતો અને પોલીસ પર ફાયરિંગ કરતા પોલીસે સ્વબચાવમાં સામે ફાયરિંગ કરી હતી, જેમાં તેને ગોળી વાગી  હતી  અને તેનું એન્કાઉન્ટરમાં મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ દરમિયાન આરોપીએ પોલીસની બંદૂક છીનવીને પોલીસ પર જ ગોળીબાર કરતા પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કરવું પડ્યું હતું, જેમાં આરોપી વિપુલ પરમારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જણાવી દઈએ કે, અડાલજ પોલીસ મથક વિસ્તારમાં 20 સપ્ટેમ્બરની મોડીરાત્રે લૂંટ અને હત્યાનો એક ગંભીર ગુનો બન્યો હતો.

‘સાયકો કિલર’ તરીકે કુખ્યાત હત્યાના આરોપી વિપુલ પરમાર બુધવારે(24 સપ્ટેમ્બર) બપોરે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. આરોપીએ અમદાવાદની બહાર અડાલજ નજીક ગુનાના રિકન્ટ્રક્શન દરમિયાન પોલીસ અધિકારીઓની ટીમ પર ગોળીબાર કર્યો હતો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે 23 સપ્ટેમ્બરના રોજ રાજકોટથી વિપુલ પરમારની ધરપકડ કરી હતી. મંગળવારે મોડી રાત્રે તેને વધુ તપાસ માટે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને સોંપવામાં આવ્યો હતો.

બુધવારે ગાંધીનગર LCB, અડાલજ પોલીસ સાથે મળીને વિપુલ પરમારને ઘટનાના રિકન્ટ્રક્શન માટે ગુનાના સ્થળે લઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ દરમિયાન વિપુલ પરમારે કથિત રીતે એક પોલીસ અધિકારી પાસેથી સર્વિસ રિવોલ્વર છીનવી લીધી હતી અને ભાગી જવાના પ્રયાસમાં બે રાઉન્ડ ગોળીબાર કર્યું હતું.

જેને લઈને ગાંધીનગર LCBના કર્મચારીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં વિપુલ પરમારને ગોળી વાગી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ગોળીબાર દરમિયાન કેટલાક પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ મામલે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ટીમે પહેલા પરમારને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને વારંવાર તેમને શરણાગતિ સ્વીકારવાની ચેતવણી આપી હતી, પરંતુ તેમના અચાનક હુમલા અને રિવોલ્વરના ઉપયોગને કારણે તેમની પાસે વળતો ગોળીબાર કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

અનેક હત્યાઓ માટે ધરપકડ કરાયેલ અને સ્થાનિક મીડિયામાં ‘સાયકો કિલર’ તરીકે વર્ણવવામાં આવેલા વિપુલ પરમાર તાજેતરના મહિનાઓમાં ગુજરાતમાં સૌથી સનસનાટીભર્યા ગુનાહિત તપાસમાંના એકના કેન્દ્રમાં હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અંબાપુર કેનાલ પર રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી વિપુલ પરમારે અચાનક પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો અને તેમની સર્વિસ રિવોલ્વર છીનવી લીધી હતી. બંદૂક છીનવ્યા બાદ આરોપીએ પોલીસ પર ગોળીબાર કર્યું હતું. આ જોતા, પોતાની અને અન્ય પોલીસ કર્મચારીઓની સલામતી માટે પોલીસે સ્વબચાવમાં આરોપી વિપુલ પરમાર પર ગોળીબાર કર્યું હતું. પોલીસ અને આરોપી વચ્ચેના આ ઘર્ષણમાં ગોળી વાગતા વિપુલ પરમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ ચકચારી લૂંટ-મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુખ્ય આરોપી વિપુલ પરમારને રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી પાડ્યો હતો. આ કેસની વધુ તપાસ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને સોંપવામાં આવી છે. આ બનાવના દિવસના કેનાલ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપી બાઇક પર શિકારની શોધમાં ફરતો દેખાય છે.

ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં આવેલા અમીયાપુર નજીક કેનાલ પાસે શનિવારે લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો હતો. શહેરના સરદાર નગર વિસ્તારમાં રહેતા વૈભવ નામના યુવકનો જન્મદિવસ હોવાથી તે એક યુવતી સાથે અમીયાપુર નજીક કેનાલ પાસે બર્થડે મનાવવા ગયો હતો. આ દરમિયાન વિપુલ નામના સાઈકો કિલરે તેના પર હુમલો કર્યો હતો. અમદાવાદના રહેવાસી વૈભવનો મૃતદેહ રસ્તા પર પડ્યો હતો, તેના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા હતા. તેની સાથે રહેલી મોટેરા વિસ્તારની આસ્થા અર્ધબેભાન અવસ્થામાં અને અનેક ઈજાઓ સાથે નજીકમાં મળી આવી હતી. તેને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેની ઈમરજન્સી સર્જરી કરી હતી. વૈભવની કાર કેનાલના પુલ પર થોડા અંતરે મળી આવી હતી. આ કેસની વધુ તપાસ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને સોંપવામાં આવી છે. ત્યારબાદ પોલીસ દ્વારા મંગળવારે આરોપીને દબોચી લેવાયો હતો અને આજે(બુધવાર) સાઈકો કિલરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.

Related Posts