અમરેલી

“મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના” અંતર્ગત જિલ્લા કક્ષાની વકૃત્વ સ્પર્ધામાં શ્રી કે.કે હાઈસ્કૂલની વિદ્યાર્થીનીએ મેળવી ઝળહળતી સિદ્ધિ…

તા.૧૭-૯-૨૫ ના રોજ દિપક હાઈસ્કૂલ,અમરેલી મુકામે જિલ્લા કક્ષાની “મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના”અંતર્ગત વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી જેમાં જિલ્લાના જુદા જુદા તાલુકાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાવરકુંડલા તાલુકામાંથી આ શાળામાં ધોરણ-૧૨ કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જાદવ પુનમબેને'”ગુજરાતની અસ્મિતા” વિષય પર મનનીય વકતવ્ય આપી આ વકૃત્વ સ્પર્ધામાં તૃતીય નંબર મેળવી ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી શાળાને ગૌરવ અપાવ્યું છે.અને સાથે સાથે રૂપિયા ૧૦૦૦૦ હજાર પણ પુરસ્કાર રૂપે પાપ્ત કર્યા છે.

                  નંબર મેળવનાર જાદવ પૂનમબેનને માર્ગદર્શન શાળાના સિનિયર શિક્ષક જેન્તીભાઈ ખડદિયાએ અને આપાભાઈ માંજરીયાએ આપ્યું હતું.વિજેતા પુનમબેનને અને માર્ગદર્શક શિક્ષકને શાળાના પ્રિન્સિપાલ ચેતનભાઈ ગુજરીયાએ તથા નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી,ઉ.પ્રમુખ કનુભાઈ ગેડિયા,મેને.ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા,સમગ્ર ટ્રસ્ટીગણ અને શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન સાથે જિલ્લા કક્ષાએ પણ સિદ્ધિ હાંસલ કરવા શુભકામનાઓ પાઠવી છે.

Related Posts