નાઇટેડ નેશન્સ અંતર્ગતના યુ.એન.વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર વર્ષે ૨૭ સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ પ્રવાસન દિવસ’ની ઉજવણી હાથ ધરવામાં આવે છે. આ દિવસની ઉજવણી વર્ષ ૧૯૮૦થી હાથ ધરવામાં આવે છે. આ વર્ષની થીમ “ટુરિઝમ એન્ડ સસ્ટેનેબલ ટ્રાન્સફોર્મેશન” છે.
વિદેશી પ્રવાસીઓને પણ ગુજરાતની ભૂમિ આકર્ષે છે, અહીં પ્રાકૃતિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ અતિ મહત્વના અનેક પ્રવાસન સ્થળો છે. દેશ અને વિદેશના પ્રવાસીઓ ગુજરાતમાં વિવિધ પ્રવાસન થળોની મુલાકાત લઈને રોમાંચ અનુભવે છે.
કોઈપણ દેશનું પ્રવાસન સીધી રીતે રોજગારી સાથે જોડાયેલું હોય છે. પ્રવાસન થકી રોજગારીની અનેક તકોનુ સર્જન થાય છે.
અમરેલી જિલ્લાના ધારી ખાતેનો આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે એક નજરાણું બન્યું છે. એપ્રિલ-૨૦૨૫ થી સપ્ટેમ્બર-૨૦૨૫ સુધીમાં ૫૦ હજારથી વધુ પ્રવાસીઓએ સફારી પાર્કની મુલાકાત લીધી હતી.
આંબરડી સફારી પાર્કમાં રિસેપ્શન ડેસ્ક, ઇન્ટર પ્રિટેશન સેન્ટર, વેઇટીંગ એરિયા, ફૂડ કોર્ટ, વિશાળ પાર્કિંગ,વોટર અને સેનિટેશન સહિતની ઉત્કૃષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ છે.
અહીં પ્રવાસી ગાંડી ગીરના સિંહને નજીકથી નિહાળી બસ સફારીના રોમાંચ સાથે મનમોહક પ્રકૃતિને માણે છે. આંબરડી સફારી પાર્કમાં બ્રોન્ઝ લાયન સ્કલ્પચર, મેટલ સિંહ અને હરણનું સ્કલ્પચર, એમ્ફી થિયેટર સહિત વિવિધ પશુ-પક્ષીઓના સ્કલ્પચર પ્રવાસીઓ માટે આકર્ષે છે.
વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી આપણને પર્યટનના વિકાસને પ્રોત્સાહિત કરવાની પ્રેરણા આપે છે. આ ઉપરાંત આ દિવસ પર્યટનને સમૃદ્ધિના પ્રતીક તરીકે પણ પ્રસ્તુત કરે છે. પ્રવાસન સ્થળ તરીકે ગીર, ગીરની પ્રકૃતિ અને ડાલામથ્થા સિંહ દેશ અને વિદેશના પ્રવાસીઓને આકર્ષિત કરે છે.


















Recent Comments