અમરેલી

દામનગર માં જિલ્લા પંચાયત હસ્તક ના સર્કિટ હાઉસ નો યુવાનો માટે સપોર્ટ કોમ્પલેક્ષ તરીકે પાલિકા અથવા ખાનગી સંસ્થાન ને સોંપી ઉપયોગ કરવા રજૂઆત

દામનગર શહેર માં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ અમરેલી જિલ્લા પંચાયત હસ્તક ના વિશાળ કમ્પાઉન્ડ ધરાવતા સર્કિટ હાઉસ ને આ વિસ્તાર ના યુવાનો માટે સ્પોર્ટ કોમ્પલેક્ષ તરીકે વિકસાવો દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના હજારો શિક્ષિત યુવા ઓનાં ઉજવળ ભવિષ્ય માટે સરકાર દ્વારા સ્પોર્ટ કોમ્પલેક્ષ તરીકે વિકસાવે અથવા સક્ષમ ખાનગી સંસ્થા દ્વારા યુવાનો માટે સ્પોર્ટ કોમ્પલેક્ષ માટે અપાય તો અનેક યુવાનો ના ભવિષ્ય ઉજવળ બની શકે અનેક પ્રતિભા સંપન્ન યુવાનો માં રહેલ સુષુપ્ત દિવ્ય શક્તિ ઉજાગર થશે બિન ઉપયોગી વર્ષો થી પડતર જિલ્લા પંચાયત હસ્તક ના સર્કિટ હાઉસ ઉપદ્રવ નું કેન્દ્ર બને તે પહેલા સારી કન્ડીશન માં વપરાશ થઈ શકે તેવી સ્થિતિ માં હોય અમરેલી જિલ્લા પંચાયત દ્વારા દામનગર સ્થાનિક પાલિકા અથવા ખાનગી સંસ્થા દ્વારા યુવાનો માટે રમત ગમત કેન્દ્ર તરીકે ફાળવે તો આ વિસ્તાર ના અનેક યુવાનો નું ભવિષ્ય ઉજવળ બની શકે તેમ છે આ અગાઉ પણ સુપ્રસિદ્ધ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ તેમજ સમસ્ત લેઉવા પટેલ યુવા આર્મી સહિત અનેક ઉદારદિલ દાતા ઓ સરકાર શ્રી ગાઇડ લાઇન્સ અને શરતો સાથે આ પરિસર યુવાનો ના ઉજવળ ભવિષ્ય માટે માંગણી કરી ચૂક્યા છે ત્યારે પાલિકા તંત્ર પણ આ મિલકત જાહેર હિત માં ઉપયોગ માટે મેળવી યુવાનો ધડતર કરી શકે તેમ સક્ષમ છે

Related Posts