સાવરકુંડલા શહેરમાં જ્યારે નવલાં નવરાત્રીનો રંગ જામ્યો છે ત્યારે શહેરમાં ઠેર ઠેર આકર્ષક મૂર્તિઓના થીમ સાથેની પ્રતિમાઓ પણ સ્થયાય છે ત્યારે સાવરકુંડલા ખાતે દેવળાના ઝાંપે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળા ખાતે ઓપરેશન સિંદૂર થીમ સાથે પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય દ્વારા ચૈતન્ય દેવીઓની ઝાંખીના દિવ્ય દર્શન એ પણ સંપૂર્ણ લાઈવ આ કાર્યક્રમ તારીખ ૨૫, ૨૬,૨૭ યોજાય રહ્યો છે. પરમ પિતા શિવ પરમાત્માની શક્તિઓ જેનો આપણે મહિમા કરીએ છીએ માં અંબા, માં દુર્ગા, માં સરસ્વતી માં લક્ષ્મી ચૈતન્ય ઝાંખી સાથેના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શ્રી કૃષ્ણ ગૌશાળાના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી છે. હવે વાત કરીએ શ્રી કૃષ્ણ ગૌશાળાની તો છેલ્લા પચીસ વર્ષોથી આ સંસ્થા ફક્ત અશક્ત, લૂલી લંગડી, અકસ્માતે ઘાયલ, જંગલી જાનવરો દ્વારા ઈજા પામેલ ગૌવંશના નિભાવ અને સારવાર કરે છે. આ સંસ્થાને કોઈ આર્થિક ઉપાર્જનનું માધ્યમ નથી કેવળ દાતાશ્રીઓના દાનથી ચાલતી આ ગૌશાળામાં આપે આપેલું અનુદાન સો ટકા યોગ્ય માર્ગે વપરાશે. ગતરોજ આ સંસ્થાની મુલાકાત ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અમરેલી સાંસદ ભરતભાઈ સુતરીયા તથા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ પણ લીધી હતી. આ સંસ્થાના સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આપ પણ આ સંસ્થાની મુલાકાત એક વખત અવશ્ય લઈને પ્રત્યક્ષ રીતે નિહાળો અને પછી આપના હ્રદયમાં રામ વસે તો યથાયોગ્ય દાન કરો. નવરાત્રી સમયે કરેલું દાન પણ અનેક ગણું પૂણ્ય ફળ આપે છે એમ શાસ્ત્ર કહે છે.
સાવરકુંડલા શહેરમાં દેવળા ગેઇટ પોલીસ ચોકી પાસે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળા ખાતે ઓપરેશન સિંદૂર થીમ સાથે પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય દ્વારા ચૈતન્ય દેવીઓની ઝાંખીના દિવ્ય દર્શન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે

















Recent Comments