રકાર વતી કામ કરતી સંસ્થા અ.પે.ડા. એ સિંગદાણા ની નિકાસ માટે કડક નિયમો ઠોકી બેસાડતા સિંગદાણા ની નિકાસ સાવ બંધ થઇ જાય તેવી સંભાવના ની દહેશત .અને મગફળી નાં ખેડૂતો માથે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સરકાર ની સંસ્થા અ.પે.ડા દ્વારા કરવામાં આવેલ હોય ત્યારે અ.પે.ડા સંસ્થા દ્વારા સિંગદાણા ના નિકાસ માટેના કડક વલણ અને નિર્ણય લેવામાં આવેલ છે.ત્યારે હાલ ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન અંદાજે ૬૬ લાખ ટન જેટલું થયું છે, જ્યારે સરકાર દ્વારા ખરીદી માટે ફાળવવામાં આવેલું ક્વોટા માત્ર ૧૨.૬૦ લાખ ટનનું છે.સરકાર દ્વારા જાહેર કરાયેલ ટેકાનો ભાવ રૂ. ૧૪૫૩ પ્રતિમણ છે, જ્યારે ખુલ્લા બજારમાં ખેડૂતોને માત્ર રૂ. ૧૧૦૦ પ્રતિમણનો દર મળી રહ્યો છે. એટલું જ નહીં, ટેકાના ભાવે પણ ખેડૂતો દીઠ માત્ર ૭૦ મણ સુધીની જ ખરીદી કરવામાં આવે છે.મધ્યપ્રદેશના ખેડૂતોને સિંગદાણા માટે ભાવંતર યોજના હેઠળ રાહત મળી રહી છે, તો ગુજરાતના ખેડૂતોને આ પ્રકારની સહાયતા કેમ આપવામાં આવતી નથી? જો મર્યાદા મૂકી જ હોય તો ઓછામાં ઓછું ૨૦૦ મણ મગફળી સુધી ખરીદી અથવા ભાવાંતર યોજનાનો લાભ આપવામાં આવે.
અ.પે.ડા. જેવી સંસ્થા ખેડૂતોની પેદાશના એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવી છે. છતાં મગફળીના પાક બજારમાં આવતા સમયે જ એક્સપોર્ટ બંધ કરવાની મનઘડંત વાતો ઊભી થાય છે. તાજેતરમાં લેવાયેલા એવા નિર્ણયો કારણે માત્ર ૪૮ કલાકમાં જ મગફળીનું એક્સપોર્ટ અટકી જવાની ભીતિ ઊભી થઈ છે, જેના કારણે ગુજરાતના ખેડૂતોને સીધો અને ભારે આર્થિક ફટકો પડી શકે તેમ છે. ત્યારે ખેડૂતોને તાત્કાલિક મગફળીની ખરીદી માટે મર્યાદા વધારી ખેડૂતોને રાહત આપે.મધ્યપ્રદેશની જેમ ગુજરાતના ખેડૂતોને પણ ભાવંતર યોજનાનો લાભ આપવામાં આવે.અ.પે.ડા. દ્વારા કરવામાં આવેલા મગફળીના એક્સપોર્ટ ઉપરના અસ્થિર અને અયોગ્ય નિર્ણયોને તરત પાછા ખેંચવામાં આવે, ખેડૂતોને યોગ્ય બજાર મળે. ગુજરાતના ખેડૂતો પરિસ્થિતિમાં ભારે નુકસાનની વેઠવી ના પડે તે માટે પ્રતાપ દુધાત પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ અમરેલી તથા પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલા-લીલીયા દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર પાઠવવામાં આવેલ છે.

















Recent Comments