શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત, સાવરકુંડલા સ્થિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટ્સ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ ખાતે તારીખ ૨૫-૯-૨૫ શુક્રવારના રોજ કોલેજના વિદ્યાર્થી ભાઈઓ -બહેનો માટે નવલા નોરતાં નિમિત્તે ગરબા-ઉત્સવનું આયોજન થયું હતું. સવારે ૮-૩૦ કલાકે કોલેજના ગ્રાઉન્ડમાં શક્તિ પર્વ નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમમાં કોલેજના મહિલા અધ્યાપક બહેનો તથા વિદ્યાર્થીની બહેનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ માતા સરસ્વતી તથા જગદંબા માતાજીની આરતી સાથે આ ગરબા ઉત્સવનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.
કોલેજના આચાર્યશ્રી ડૉ. એસ.સી.રવિયાસાહેબે આ તકે વિદ્યાર્થીઓને નવલા નોરતાની શુભેચ્છા પાઠવી હતી અને ગરબા ઉત્સવમાં રંગેચંગે ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
કોલેજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો પરંપરાગત પોશાક-ટ્રેડિશનલ પહેરવેશમાં સજ્જ થઈ ગરબા-ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
દક્ષા ડી.જે.સાઉન્ડના તાલે અને પરંપરાગત ગુજરાતી ગીતો પર હીંચ, તાલીરાસ, ટીટોડો, ટપ્પો, દોઢીયો, માલધારીનો હુડો, ડાકલા, સીક્સ સ્ટેપ વગેરે થીમ પર વિદ્યાર્થીઓએ તથા સ્ટાફ મિત્રોએ રમઝટ બોલાવી હતી.
સમગ્ર કાર્યક્રમની સફળતા માટે કોલેજ પરિવારના તમામ સભ્યોએ ખાસ જહેમત ઉઠાવી.


















Recent Comments