ભાવનગર

પાલીતાણાના કદમગીરી ગામ પર આવેલ કોસંબા ડુંગર પર પર્વતની ચોટી પર એક આંબલીના વૃક્ષ હેઠળ કમળાઆઈ માતાજીના બેસણાં 

કુદરતના અફાટ સૌદર્ય વચ્ચે પાલીતાણાના કદમગીરી ગામ પર આવેલ કોળંબા ડુંગર પર આશરે ૨૦૦૦ પગથિયા કરતાં વધારે ઉંચાઈ પર સદીઓ જૂના આંબલીના વૃક્ષ નીચે માં કમળાઆઈ માતાજીના બેસણા છે. આ મંદિરનો ઇતિહાસ તો ખૂબ રસપ્રદ છે. અહીં સતીના નાભીના ભાગનો ટુકડો પડેલ નાભીને કમળ કહેવાય અને ગ્રામ્ય સંસ્કૃતિમાં માતાજીને હેતથી આઈ કહેવાય એટલે આ માતાજીના સ્વરૂપને કમળાઆઈ માતાજીના નામે ઉદબોધિત કરવામાં આવે છે. અને સતીના નાભીના ભાગ અહીં પડેલ હોવાથી પૂજારીજીના કહેવા મુજબ આની ગણના ૨૪ મી શક્તિપીઠમાં થાય છે. અહીં હજારો વર્ષની તપસ્યા બાદ માતાજીએ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા હતાં પરંતુ આ દેહ સતીનો  હોય ફાગણ સૂદ ચૌદસના દિવસે માતાજીએ સ્વયં અગ્નિકુંડમાં પ્રજ્વલિત થઈ લક્ષ્મી સ્વરૂપે પ્રગટ થયા આમ ફાગણ સુદ ચૌદસે પ્રતિ વર્ષ અહીં ખૂબ મોટો તહેવાર ઉજવવામાં આવે છે.આ દિવસે અહીં ખૂબ મોટી હુતાસણી પ્રગટાવીને ઉત્સવ મનાવવામાં આવે છે. આસપાસના વિસ્તારોમાં વસતા શ્રધ્ધાળુઓ દ્વારા આ દિવસે બંને ટાઈમનું દૂધ માતાજીના આ ઉત્સવમાં પધારેલ આશરે બે લાખ જેટલા લોકોને દહીંની લચ્છી બનાવી પ્રસાદી તરીકે વિતરણ કરવામાં આવે છે. આ સિવાય પણ વર્ષમાં આવતી નવરાત્રી પર્વની પણ અહીં ખૂબ ભાવ અને શ્રધ્ધા સાથે ઉજવણી કરવામાં આવે છે. અહીં બારે માસ અન્ન ક્ષેત્ર તેમજ ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. કોઈ પણ શ્રધ્ધાળુઓ માતાજીનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે. આમ ગણીએ તો આ સમગ્ર વિસ્તાર વન્ય પ્રદેશ હોય અહીં સિંહ જેવા પ્રાણીઓનો વસવાટ હોય વન વિભાગ દ્વારા સવારે સાતથી સાંજે ૬-૩૦ સુધી જ આ મંદિરે જવા માટે અનુમતિ હોય છે. સંધ્યા આરતી પછી અહીં રોકાણ કરી શકાતું નથી જો કે પ્રકૃતિને મનભરીને માણવા સાથે કમળાઆઈ માતાજીના દર્શનનો લ્હાવો લેવો એ જીવનની ધન્ય પળ ગણાય એટલે પ્રવાસન સાથે માતાજીના દર્શન અને એ પણ જાણે વાદળો સાથે વાતુ કરતા હોય તેવા ભાવ સાથે.. અહીં પાલીતાણા, જેસર અને બગદાણાથી પણ રોડ રસ્તે પહોંચી શકાય છે આમ ગણીએ તો સાપુતારા જેવા ગિરી મથકને પણ ભૂલાવી દે એવો પ્રાકૃતિક માહોલ સાથે કમળાઆઈ માતાજીના દર્શનનો લ્હાવો એકવખત લો એટલે અહીંથી હટવાનું મન ન થાય અને વારંવાર માતાજીના દર્શને આવવાનું મન થાય એ વાત તો ચોક્કસ છે. અને ખાસ વાત એ કે અહીં પ્રકૃતિના સૌદર્ય અને માતાજીના દર્શનનો લ્હાવો લેવો હોય તો બપોરે બે વાગ્યા સુધીમાં અહીં પહોંચી જવું વધુ ઈચ્છનીય ગણાય સાચા મનથી કરેલી કોઈ પણ મનોકામના કમળાઆઈ માતાજીના આર્શીવાદ સાથે અવશ્ય ફળીભૂત થાય છે


Related Posts