અમરેલી જિલ્લાના રોજગાર ઇચ્છુકો માટે જિલ્લાના અગ્રગણ્ય એકમ આલ્ફા ઓટો લીન્ક અમરેલી માટે ૨૨ થી ૪૦ વર્ષની વય મર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરૂપ સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઈચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી ભરતીમેળાનું આયોજન તા.૦૪.૧૦.૨૦૨૫ને શનિવાર રોજ સવારે ૧૧ વાગ્યે આલ્ફા ઓટો લીંક એલ.એલ.પી.લાઠી રોડ બાયપાસ અમરેલી ખાતે કરવામાં આવેલ છે. પ્રસ્તુત ભરતીમેળામાં આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી કરવાની રહેશે, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા.૦૪ ઓક્ટોબરના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે


















Recent Comments