સાવરકુંડલા શહેરમાં વર્ષોથી પરંપરાગત નવરાત્રી દરમિયાન ઠેરઠેર આબેહૂબ દર્શનીય, ક્લાત્મક, માતાજી અને ભગવાનનો સાક્ષાત્કાર કરાવતી મૂર્તિઓ બનાવવામાં આવી રહીછે વિવિધ વિસ્તારોમાં અલગ અલગ મંડળો દ્વારા બનાવવામાં આવતી મૂર્તિઓ સનાતન સંસ્કૃતિ અને સનાતન ધર્મ સાથે જોડાયેલ હોયછે ત્યારે શ્રીપંચ દશનામ જુના અખાડાના મહામંડલેશ્વર પૂજ્ય જયઅંબાનંદગીરી માતાજીએ સાવરકુંડલા ખાતે પધરામણી કરી વિવિધ સ્થળોએ દર્શન કરી ધર્મપ્રેમી ભાવિકોને આશિર્વાદ પાઠવ્યા હતા.
સાવરકુંડલા ખાતે શ્રીપંચ દશનામ જુના અખાડાના મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી માતાજી ગુરૂશ્રી હરીગીરીબાપુએ ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા આબેહૂબ બનાવેલ મેલડી માતાજીની મૂર્તિ, દેવળા ગેઈટ ખાતે જય ખોડીયાર બાળ મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલ આશાપુરા માતાજી માતા નો મઢ કચ્છ, ઝીંઝુડા ગેઈટ ખાતે દાસારામ મીત્ર મંડળ દ્વારા અન્નપૂર્ણા માતાજી ભગવાન ભોળાનાથને અન્નનું દાન અર્પણ કરવામાં આવતું હોય તેવી મૂર્તિ તેમજ શ્રીકૃષ્ણ ગૌશાળા ખાતે ઓપરેશન સિંદૂર થીમ તથા પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિધાલય દ્વારા ચૈતન્ય દેવીઓની ઝાંખીના દિવ્ય દર્શન તેમજ ઝીંઝુડા ગેઈટ ગાયોના ગોંદરે ભરવાડ સમાજ આયોજીત મછુ માતાજીની મૂર્તિ અને રાસ ગરબા તેમજ જય ખોડીયાર બાળ મંડળ દ્વારા આઝાદી સમય વર્ષ 1947થી અવિરત ચાલતી દેવળા ગેઈટ ખાતે આવેલ ખોડિયાર ગરબી મંડળ, નાના બાળાઓએ પ્રાચીન રાસ ગરબા લીધા હતા તથા સાવરકુંડલા તાલુકાની ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને આશીવર્ચન પાઠવ્યા હતા.
સાવરકુંડલામાં ઉજવાતી ઐતિહાસિક નવરાત્રીમાં મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી માતાજીએ વર્ષોથી બનાવાતી દર્શનીય મૂર્તિઓનાં દર્શન કર્યા


















Recent Comments