રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર કૃષિ પદ્ધતિ નહીં, પરંતુ આરોગ્યપ્રદ જીવનશૈલી અને ભાવિ પેઢી માટે સ્વસ્થ, સલામત અને સમૃદ્ધ ભવિષ્યની ગેરંટી છે.
રાજભવનના મહર્ષિ દયાનંદ સભા મંડપમાં રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્માના વિસ્તરણ કાર્યકરો અધિકારીઓ, અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લાના કૃષિ સખી, કિસાન મિત્રો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કર્યો હતો.
રાસાયણિક ખેતી દ્વારા ઉભી થતી સમસ્યાઓ પર પ્રકાશ પાડતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે, માટી, પાણી અને હવા પ્રદૂષિત થઈ ગઈ છે અને ખાદ્યાન્નના પોષકતત્વો ઘટી રહ્યા છે.
રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીના પાંચ વૈજ્ઞાનિક પરિમાણો બીજામૃત, જીવામૃત, ઘન જીવનામૃત, મલ્ચિંગ અને મિશ્રપાક વિશે વિગતવાર જણાવ્યું હતું. તેમણે કહ્યું, કે જો ખેડૂતો આ પદ્ધતિ અપનાવે, તો ધરતી માતાની ફળદ્રુપતા વધવા ઉપરાંત લોકોને પૌષ્ટિક, સ્વસ્થ અને સલામત ખોરાક ઉપલબ્ધ બનશે.


















Recent Comments