ભારત સરકારશ્રી દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ (૨ ઓક્ટોબર)ના પાવન પ્રસંગે સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેના જન આંદોલન તરીકે ઉજવણી કરવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે જ, સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” અભિયાનને આ વર્ષે “સ્વચ્છોત્સવ” તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અનુસંધાને રાજ્ય સરકારશ્રી દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ની કામગીરીને વેગ આપવા તેમજ આગામી સ્વચ્છ સર્વેક્ષણને પ્રાધાન્ય આપતા સમગ્ર રાજ્યમાં “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” અભિયાનને તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી લંબાવવામાં આવ્યું છે.
તે અંતર્ગત તા. ૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ગાંધી બાગ ખાતે વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા, નગરપાલિકાના પ્રમુખશ્રી બીપીનભાઈ લીંબાણી, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ ચોટલીયા, મયુરભાઈ માંજરીયા તથા નરેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
વિશેષ કાર્યક્રમ હેઠળ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવવામાં આવી અને ત્યારબાદ ચિત્ર સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ , સ્વચ્છ વોર્ડ રેન્કિંગ તથા વિવિધ સ્પર્ધાઓ મા ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇનામો વિતરણ કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના સ્ટાફ , નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકશ્રીઓં તથા વિધાર્થીઓં તથા શેર એન્ડ કેર ગ્રુપના રીયાઝ ભાઈ સેરશીયા તથા તેમના ગ્રુપના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


















Recent Comments