શિયાળાની શરૂઆત પહેલાં સિઝનનું પહેલું વાવાઝોડું ‘શક્તિ’ ઝડપથી મહારાષ્ટ્રની તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને ગુજરાત સહિતના જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે. ‘શક્તિ’ વાવાઝોડું હાલમાં ગુજરાતના દ્વારકાથી 510 કિલોમીટરના અંતરે છે. તે હજુ પણ છેલ્લા 6 કલાકથી 13 કિ.મી. પ્રતિકલાકની ઝડપે જ આગળ વધી રહ્યું છે. જો કે, આ પહેલાં આ વાવાઝોડું મુંબઈ, રાયગઢ, ઢાણેસ સિંધુદુર્ગ, રત્નાગિરી અને પાલઘરમાં ભયાનક તબાહી મચાવી શકે છે. હાલ, વાવાઝોડાના કારણે પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો છે, જેના કારણે તંત્ર દ્વારા 3 નંબરનું સિગ્નલ શરૂ કરવામાં આવ્યું છે.
જાફરાબાદના દરિયાકાંઠે ‘શક્તિ’ નામના સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર સક્રિય બન્યું છે. હવામાન વિભાગ દ્વારા જાફરાબાદ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.આગાહીના પગલે જાફરાબાદના દરિયામાં હળવો કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાઈ વાતાવરણમાં આવેલા આ ફેરફારને કારણે વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે પગલાં લેવામાં આવ્યા છે.જાફરાબાદના તમામ માછીમારોને દરિયામાં માછીમારી માટે ન જવાની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે તકેદારીના ભાગરૂપે માછીમારોને ફિશિંગ માટે આપવામાં આવતી ટોકન પ્રક્રિયા પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. તમામ માછીમારોને સલામત સ્થળે રહેવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.વાવાઝોડાના કારણે પોરબંદરના માંગરોળ બંદરે સમુદ્રમાં કરંટ જોવા મળ્યો હતો. જેના કારણે તંત્ર દ્વારા ચેતવણીરૂપે ત્રણ નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું છે. દરિયામાં વાતાવરણ પલટાતા માછીમારો તેમજ દરિયાકિનારાની આસપાસના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. ત્રણ નંબરનું સિગ્નલ બંદર પર સામાન્ય તોફાનની સંભાવના અને માછીમારી માટે દરિયો ન ખેડવાની ગંભીર ચેતવણી આપે છે, જેના પગલે તમામ માછીમાર બોટોને કિનારે પરત ફરવા અને સલામત સ્થળે લાંગરી દેવા સૂચના આપવામાં આવી છે. 6 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયાકાંઠેથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ પ્રવાસીઓને પણ દરિયાકાંઠે ન જવાની સૂચના આપવામાં આવી છે.




















Recent Comments