ભાવનગર

જયપુર હોસ્પિટલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

ગઈકાલે જયપુરમાં સવાઈ માનસિંહ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી ત્યારે તેમાં ૮ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજસ્થાનના જયપુરમાં હોસ્પિટલમાં આગ લાગી હતી અને તે દુઃખદ ઘટના સ્થળે ૮ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ કરુાંતિકામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને રુપિયા ૧,૨૦,૦૦૦ ની તતકાલ સહાયતા રાશિ અર્પણ કરી છે જે જયપુર સ્થિત રામકથાના શ્રોતા શ્રી સરોજ ખેમકા દ્વારા પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. તેમ મહુવાથી જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવ્યું છે.

Related Posts