અમરેલી

સાવરકુંડલા શહેરમાં શરદપૂનમના રઢિયાળી રાતનો નઝારો

ગતરોજ રાત્રે પૂર્ણ ચંદ્રમાની શિતળ ચાંદની આ મનને કેવું વિહ્વળ કરે છે. શ્યામને રાધા યાદ આવે ત્યારે ગોપીઓ સઘળી રાસ રમે છે. આમ ગણીએ તો શરદપૂનમની રઢિયાળી રાત. સમગ્ર નભમંડળમાંથી ચાંદનીની અમીવર્ષા થઈ રહી છે.

આભમાં જાણે અમૃત વર્ષાનો અવિરત પ્રવાહ સમગ્ર જીવસૃષ્ટિને પુલકિત કરે છે.તો  ઘરના મોભે કે અગાસી પર દુધ મિશ્રિત પૌવા ખુલ્લા આકાશ નીચે એ અમી ઝરતાં ચંદ્રના કિરણોથી એક અનોખો સ્વાદ બનતો જોવા મળેલ. જો કે સમય અને સંજોગો પ્રમાણે સાવરકુંડલા શહેરમાં શરદપૂનમની રાત્રે હજારો કિલો ઉંધિયુ, બટેટા વડા દહી વડા, ભાખર વડી, કચોરી સમોસા જેવી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ ખરીદવા ફરસાણ વાળાને ત્યાં ભારે ભીડ જોવા મળેલ. આમ શરદપૂનમની આ રાત્રિ સંગીતના સથવારે રાસ નૃત્ય અને ખાણીપીણી સાથે લોકો વ્યતીત કરેલ  અને ક્યારે પ્રભાત થઈ ગયું  તેની ખબર પણ નથી રહી. આમ ગણીએ તો આપણાં શાસ્ત્રોમાં પણ શતમ જીવમ શરદઃ ના આશીર્વાદ પણ વડીલો યંગ જનરેશનને આપે છે. એટલે આ શરદપૂનમનું મહત્વ ધાર્મિક સાથે વૈજ્ઞાનિક પણ છે. આજે સમુદ્ર પણ મોભ જેવા મોજાં સાથે ગાંડો થાય છે. તો માનસિક મનોરોગીઓને માટે આ ચંદ્ર કેવી સ્થિતિ સર્જે છે એ તો માનસિક તકલીફ ધરાવતાં વ્યક્તિઓ જ જણાવી શકે. સાવરકુંડલા શહેરમા આ દિવસે વિવિધ જ્ઞાતિ મંડળો દ્વારા પણ ગરબા રાસનું આયોજન થયેલ. એમાં પણ માનવમંદિર ખાતે મનોરોગી બહેનોનો રાસ નિહાળવો એ પણ જીવનનો અલભ્ય લ્હાવો ગણાય. અને યુવા હૈયાઓ માટે તો શરદપૂનમની રાત એટલે બસ ઉછળતા કૂદતી ઉર્મિઓનો મેળાવડો જ ગણાય. શહેરનું યુવાધન તો રાત્રે ઉંઘયું જ નહિ. ટૂંકમાં પેલા હિંદી ગીતની માફક સુહાની ચાંદની રાતે હમે સોને નહીં દેતી.. જેવો ઘાટ સર્જાતો જોવા મળે છે

Related Posts