અમરેલી

અમરેલીમાં ૦૮ ઓક્ટોબરે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી તરીકે ૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ શપથ લીધા હતા. રાજ્યની ૨૪ વર્ષની વિકાસગાથાની ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ૦૭થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કડીના ભાગરૂપે બુધવારે તા. ૦૮ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ અમરેલી મુકામે  યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાશે.

આ કાર્યક્રમમાં જિલ્લાકક્ષાની ઉજવણી અંતર્ગત રોજગાર એનાયત પત્ર વિતરણ, ITI તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર, ઉદ્યોગો સાથેના MoU કરવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડિયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયા ઉપસ્થિત રહેશે.

જિલ્લા વહીવટીતંત્ર આયોજિત આ કાર્યક્રમ બુધવારે ૦૮ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ બપોરે ૧૨.૧૫ કલાકથી શ્રી દિલિપ સંઘાણી ટાઉન હોલ, અમરેલી મુકામે યોજાશે. આ કાર્યક્રમમાં સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય સર્વશ્રી મહેશભાઈ કસવાલા, શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી જે.વી.કાકડિયા, શ્રી જનકભાઈ તળાવિયા, નગરપાલિકાના પ્રમુખશ્રી બીપીનભાઈ લિંબાણી ઉપસ્થિત રહેશે.

Related Posts