અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામ નજીક ડેમના પાળા પાસેથી વર્ષ ૨૦૨૩માં શંકાસ્પદ હાલતમાં મળેલી યુવતીની લાશનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. લાશના ડીએનએ રિપોર્ટ દ્વારા મૃતક યુવતીની ઓળખ દાહોદની નવલીબેન બારૈયાની દીકરી તરીકે થઈ હતી. મૃતકના પતિ ભાવેશ કટારાએ જ હત્યા કરી હોવાની સાસુને કબૂલાત આપી હતી. આરોપી ભાવેશ કટારા (ઉં.વ. ૨૨, મૂળ દાહોદ)એ ખેતમજૂરી દરમિયાન ૧૨-૦૨-૨૦૨૩ના રોજ ઝઘડામાં પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ લાશને ખેતરમાં બાવળની કાંટમાં છુપાવી દીધી હતી. અમરેલી તાલુકા પોલીસે આરોપી ભાવેશ કટારાને વડીયાના બાદલપર ગામમાંથી ઝડપી લીધો હતો. આરોપી ભાવેશ કટારાએ પોલીસને કબુલાત આપી હતી કે, સાસુ-સસરા દાહોદ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે પત્નીની હત્યા કરવામાં આવી હતી. અમરેલી પોલીસ દ્વારા ભાવેશ કટારાને લઈ હત્યા કઈ રીતે કરી તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યુંં હતું. પોલીસે ભાવેશ કટારાને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
અમરેલી પોલીસે પત્નીના હત્યારા પતિ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું



















Recent Comments