ભાવનગર

એપ્રેન્ટીસ ફિલ્ડમાં અને એ પણ ભાવનગરમાં જ નોકરી મળી હોવાથી હું અને મારો પરિવાર ખુશખુશાલ છીએ: રોજગાર પત્ર મેળવનાર સુશ્રી દિપાલી વાળા

આપણામાં કામ કરવાનું હુન્નર હોય‌ તો આપણે ક્યાંય કામ શોધવા જવું પડતું નથી, કામ આપો
આપ મળી જ જતું હોય‌ છે આ શબ્દો છે ભાવનગર જિલ્લામાં રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ
સમારંભમાં રોજગાર પત્ર મેળવનાર ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રહીશ સુશ્રી દિપાલીબેન
વાળાના.
સુશ્રી દિપાલીબેન વાળાએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે, સરકારશ્રીની અનેક જનકલ્યાણકારી
યોજના છે, જેનો લાભ મેળવીને આત્મનિર્ભર બની શકાય છે. તેમણે કહ્યું કે, મેં ભાવનગર જિલ્લા રોજગાર
વિનિમય કચેરીના માર્ગદર્શન હેઠળ સમયાંતરે યોજાતાં ભરતી મેળા અંગે જાણકારી મેળવતી રહું છું.
ભાવનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા મને જાણ કરવામાં આવી કે પાલીતાણામાં આઈ.ટી‌.આઈ.ખાતે
ભરતી મેળો યોજાવાનો છે. જેમાં આપ જે ફિલ્ડમાં જવા માંગો છો તે ફિલ્ડના નોકરીદાતાઓ આવીને
નોકરીના નિમણુંકપત્ર આપવાના છે.
આમ, પાલીતાણા ખાતે ભરતી મેળો યોજાતા મારે ક્યાંય પણ જવાની જરૂર પડી નથી. એપ્રેન્ટીસ
ફિલ્ડમાં અને એ પણ ભાવનગર મહાનગરપાલિકા પાલિકામાં નોકરી મળી હોવાથી આજે હું અને મારો
પરિવાર ખુબ જ ખુશખુશાલ છીએ. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં
આવી રહી છે ત્યારે આજના આ શુભ અવસરે મારા જેવાં અનેક ભાઈઓ-બહેનોને રોજગારી પત્રો એનાયત
થયાં હોવાથી અમે હવે આત્મનિર્ભર બન્યાં છીએ. અમારા જેવાં લોકોનું નોકરી મેળવવાનું સપનું આખરે પૂર્ણ
થયું હોવાથી રાજ્ય સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું.

Related Posts