અમરેલી

દામનગરમાં નિર્માણાધીન ઓવરિ બ્રજના ડાયવર્ઝનના અભાવથી વાહનચાલકો પરેશાન

દામનગર શહેરનાં ભુરખીયા રોડ પર આવેલ રેલવે લાઈનમાં પેસેન્જર ટ્રેન અને માલગાડીની સતત અવરજવરને કારણે ફાટક બંધ રહેવાને કારણે વાહન વ્યવહાર અને ઈમરજન્સી સેવાઓને અસર થતી હતી. આ સમસ્યા હલ કરવા માટે રજૂઆતના અંતે મંજૂર થયેલ ઓવરબ્રિજનું કામ શરૂ કરાયું છે. આ કામ શરૂ કરતા પહેલા ડાયવર્ઝન આપવાનું હોય તે અપાયેલ ન હોવાથી વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આથી તાત્કાલિક અસરથી ડાયવર્ઝન આપવામાં આવે એવી માંગ ઉઠી છે. આ ઓવરબ્રિજનું કામ લગભગ ત્રણેક વર્ષ સુધી ચાલશે.

Related Posts