પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા માટે હાથ ધરેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મેળવી હતી. બાતમીના આધારે પોલીસે દમણ-દીવ વિસ્તારમાંથી લાવવામાં આવતો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો અને એક આરોપીની ધરપકડ કરી હતી. ઘટનાની વિગતો અનુસાર, અમરશીભાઇ ગોવિંદભાઇ દાફડા તેના હવાલાવાળી કારમાં ગેરકાયદેસર રીતે વગર પાસ-પરમીટે દારૂની હેરાફેરી કરી રહ્યો હતો. ચલાલાથી ગરમલી જવાના રસ્તે હુડકો-૨ની પાછળ પોલીસે આ કારને આંતરીને તલાશી લેતા, તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિવિધ બ્રાંડની ૪૪ બોટલ, એક મોબાઈલ, કાર મળી કુલ ૬,૨૬,૯૧૪ નો મુદામાલ જપ્ત કર્યો
ચલાલાથી ગરમલી જવાના રસ્તે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો



















Recent Comments