અમરેલી

થોરડી ગામના વેપારીએ સિમેન્ટના બાકી પૈસા માંગતા જીવલેણ હુમલો કર્યો

બાકી પૈસાની ઉઘરાણી કરવી એક વેપારીને ભારે પડી હતી. આરોપી પાસેથી સિમેન્ટના પૈસા માગવા જતાં આરોપીએ અન્ય સાગરિતો સાથે મળીને વેપારી પર જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, થોરડી ગામે રહેતા ઉઝેફ રસુલભાઈ પરમાર (ઉ.વ.૨૫)એ રાજુલાના દાનુભાઈ ખાચર, આદસંગ ગામના અનિરુદ્ધભાઈ ઉર્ફે લાલો મનુભાઈ ખાચર, ગૌતમભાઈ મનુભાઈ ખાચર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમને દાનુભાઈ ખાચર પાસેથી ૧૦ થેલી સિમેન્ટના રૂપિયા ૩,૮૦૦/- બાકી હતા. તેમણે આ બાકી રકમ આરોપી પાસેથી માગતા આરોપીને આ વાત સારી ન લાગી.આરોપીએ તેમને પૈસા આપવાની ના પાડીને ગાળાગાળી કરી હતી. તમામ આરોપીઓએ તલવાર, પાઇપ અને લાકડી જેવા તીક્ષ્ણ હથિયારો ધારણ કરીને તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમને પગ, પીઠ (વાંસાનો ભાગ) અને મોઢા ઉપર ગંભીર મુઢ ઇજાઓ પહોંચી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એલ. ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.

Related Posts