ભાવનગર

ખુશીબેન જેવી અનેક બહેનો માટે રોજગાર ભરતી મેળા બન્યાં‌ રોજગારીનું માધ્યમ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ગુજરાતની સાથે
ભાવનગર જિલ્લામાં ‘વિકાસ સપ્તાહની’ ઉમંગભેર ઉજવણી થઈ રહી છે.
ભાવનગર ખાતે યોજાયેલા ‘યુવા અને કૌશલ્ય સશક્તિકરણ’ સમારંભમાં રોજગારી પત્ર મેળવનાર
ભાવનગર શહેરના સુશ્રી ખુશીબેન ગૌસ્વામીએ પોતાની સફળતાની વાત કરતાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી
નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રોજગારીની વિપુલ તકોનું
નિર્માણ થયું છે.આજના આ સુવર્ણ અવસરે મારાં જેવી અનેક બહેનોને રોજગારી પત્રો એનાયત થયાં
હોવાથી અમે સહુ આનંદની લાગણી અનુભવી રહ્યાં છીએ.તેમણે કહ્યું કે,જિલ્લા રોજગાર વિનિમય કચેરીના
માધ્યમથી મારાં જેવી અનેક બહેનોને ઘર આંગણે જ નોકરી મળી હોવાથી અમે ઘરકામની સાથોસાથ અમને
જે ફિલ્ડમાં નોકરી મળી છે તેમાં અમે અમારી જવાબદારી બખૂબીથી નિભાવી શકીશું.
ખુશીબહેને પોતાની વાત કરતાં કહ્યું કે,મારાં જ શહેરમાં એ.આઈ.એમ.લી કંપનીના સહયોગથી
આસીસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરની મોભાદાર નોકરી મળી હોવાથી હું આત્મનિર્ભર ‌બની છું. સરકારશ્રી દ્વારા
સમયાંતરે ભરતીમેળા યોજાતાં હોય છે. આ મેળાઓ અમારાં જેવાં અનેક નવ યુવાનો માટે રોજગારીનું
માધ્યમ બન્યાં છે.એની સાથોસાથ વિકસિત ભારત ૨૦૪૭ ની નેમ સાકાર કરવામાં દેશના ગ્રોથ એન્જિન
તરીકે સહભાગિતા નોંધાવવામાં અમે સહભાગી બનીશું.અમને રોજગારી પત્રો આપવા બદલ સરકારશ્રીનો
હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરૂં છું.

Related Posts