ભાવનગર

હિમાચલ પ્રદેશમાં બસ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

ગઈકાલે હિમાચલ પ્રદેશના બિલાસપુર નજીક એક પરિવહનની બસ પર પહાડ તૂટી પડતાં ૧૮ લોકોનાં મોત નિપજયા છે તેવા સમાચારો પ્રાપ્ત થયા છે. મળતી માહિતી અનુસાર બિલાસપુર જીલ્લામાં ગઈકાલે એક પરિવહનની બસ પર રસ્તામાં ખડકો પડ્યા હતા અને તે ઘટનામાં ૧૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને હનુમંત સંવેદના રુપે રુપિયા ૨,૭૦,૦૦૦ની રાશિ અર્પણ કરી છે. આ રાશિ પ્રધાનમંત્રી રાહત ફંડ માં પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. તેમ જયદેવ માંકડની યાદીમાં જણાવ્યું છે.

Related Posts