ભાવનગર

મહુવાના મોટી જાગધાર અને ભાદ્રોડ ગામે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ

સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લામાં ‘વિકાસ સપ્તાહની’ ઉમંગભેર ઉજવણી થઈ રહી છે.ભાવનગર
જિલ્લાના મહુવા તાલુકાના મોટી જાગધાર અને ભાદ્રોડ ગામે ‘સંકલ્પ સિદ્ધિનો વિકાસરથ’ તરીકે ઓળખાતો વિકાસ રથ
ગામમાં આવી પહોંચતાં જ‌ લોકોએ રથનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી રૂખડભાઈ ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી શ્રી
પી.જી.મકવાણા સહિતના મહાનુભાવોના હસ્તે ગામનાં લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતુ.ભાદ્રોડ ગામે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જશુભાઇ કાતરીયાના હસ્તે સ્નાન ઘાટનું લોકાર્પણ કરવામાં આવ્યું
હતુ.ગ્રામજનોએ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.કાર્યક્રમને અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ વેળાએ‌ જિલ્લા-તાલુકાના અધિકારીઓ-પદાધિકારીઓ સહિત મોટી જાગધાર અને ભાદ્રોડ ગામના
ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts