ભાવનગર

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા વુમન્સ ટેઇલરની તાલીમના ૩૩ તાલીમાર્થી બહેનોને નિ:શુલ્ક તાલીમ યોજાઇ

ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા તા.૧૦.૦૯.૨૦૨૫ થી
તા.૧૦.૧૦.૨૦૨૫ સુધી વુમન્સ ટેઇલરની ૩૧ દિવસની નિવાસી તાલીમ કાર્યક્રમમાં ૩૩ જેટલા બી.પી.એલ

તાલીમાર્થી બહેનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ સાથે આજ રોજ તાલીમનુ સમાપન કાર્યક્રમનુ યોજવામાં આવ્યો
હતો.
આ તાલીમના સમાપન પ્રોગ્રામને સફળતાપૂર્વક પાર પાડવા માટે એસ.બી.આઇ ગ્રામ સ્વ-રોજગાર તાલીમ
સંસ્થા (આરસેટી) ના ડાયરેક્ટરશ્રી શ્યામ નિવાસ, ફેકલ્ટીશ્રી ઇશાનભાઇ, ઓફીસ આસી.શ્રી જયેશભાઇ ગોહિલ,
આસી.શ્રી સમિકકુમાર લકુમ અને સ્ટાફગણ, ડી.એસ.ટી ટ્રેઇનરશ્રી બીનાબેન પિત્રોડા, નેશનલ એકેડેમી ઓફ રૂડસેટી ના
ઇડીપી એસેસરશ્રી એ.બી. કલીવડા અને ડોમેઇન એસેસરશ્રી મનીષાબેન ગાજીપરા હાજર રહયા હતા. આ તાલીમમાં
ભાવનગરના અલગ અલગ તાલુકાના ગામના બહેનોએ ભારે ઉત્સાહથી આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ સમાપન કાર્યક્રમમાં આવેલ અતિથિ મહેમાનો તથા ડાયરેકટરશ્રી દ્વારા બહેનોને તાલીમ પૂરી કર્યા પછી
તાલીમાર્થી બહેનોને આગળ બિઝનેસ માટે લોન વિષે માહિતી આપી અને તાલીમ કાર્યક્રમ અનુરૂપ બહેનોમાં પડી
રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તાલીમાર્થીઓમાં નવા આત્મવિશ્વાસ, જોમ, જુસ્સાના સિંચન સાથે પ્રાસંગિક
ઉદ્દબોધન કરેલ અને તાલીમાર્થીઓને પગભર થવા વિષે માહિતી આપી હતી. તેમજ તાલીમાર્થી બહેનોને જીવનમાં
આગળ વધવા માટેની પ્રેરણા આપેલ તથા શુભેચ્છા પાઠવેલ હતી.

Related Posts