અમરેલી

મહિલાનું માથું દીવાલમાં ભટકાવી જાનથી મારવાની ધમકી આપી

ખાંભાના નાના બારમણ ગામે એક મહિલાનું માથું દીવાલમાં ભટકાવીને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. અરવિંદભાઇ રામભાઇ નાગર (ઉ.વ.૨૮)એ હિંમતભાઇ રામભાઇ નાગર અને હિરલબેન હિંમતભાઇ નાગર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના પત્નીએ વાત કરી હતી કે, ‘હિરલબેન હિંમતભાઈ નાગર મને ખરી-ખોટી સંભળાવે છે અને આપણા છોકરાવને પણ ડારા આપ્યા કરે છે’ જેથી તેઓ ઠપકો આપવા ગયા હતા. જે બાબતનું હિંમતભાઈ રામભાઈ નાગરને સારૂ નહીં લાગતા બીભત્સ ગાળો આપી તેમજ પ્લાસ્ટિકની નળીના બટકા વડે વાંસાના ભાગે પાંચ ઘા મારી મુંઢમાર માર્યો હતો. તેમજ તેના પત્ની વચ્ચે આવતા તેને પણ પ્લાસ્ટિકની નળીના બટકા વડે ચાર ઘા મારી તથા પડખામાં પાટુ મારી મુંઢ ઇજા કરી હતી. ઉપરાંત તેમના પત્નીનું માથુ દિવાલમાં ભટકાવી મુંઢ ઇજા કરી જતા-જતા બંને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ હિરલબેન હિંમતભાઇ રામભાઇ નાગર (ઉ.વ.૩૫ )એ અરવિંદભાઇ રામભાઇ નાગર તથા ભારતીબેન અરવિંદભાઇ નાગર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આરોપીઓ ઝઘડો કરતા હતા. જેથી તેઓ રૂમમાં પુરી જતા રહ્યા હતા. આ અંગે સારૂં ન લાગતા તેમને તથા સાહેદને જેમ-ફાવે તેમ ગાળો આપી હતી તેમજ તેના વાળ પકડી પછાડી દઇ ઢીકાપાટુનો મુંઢમાર મારવા લાગ્યા હતા. તેમને તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.પી. ગાજીપરા વધુ તપાસ કરી રહ્યા છે.

Related Posts