અમરેલી

ટ્રસ્ટીઓ તથા કારોબારી સભ્યો દ્વારાખમીરવંતા લોહાણા મહાજન ટ્રસ્ટ સાવરકુંડલાના નવ નિયુક્ત હોદ્દેદારોનીની વરણી કરવામાં આવી.. 

સાવરકુંડલાના ખમીરવંતા અને સેવાભાવી સાવરકુંડલા લોહાણા મહાજનના કારોબારી સભ્યો અને ટ્રસ્ટીઓની એક અગત્યની મીટીંગ સાવરકુંડલા લોહાણા મહાજનવાડીમાં આજરોજ મળેલ હતી, જેમાં સાવરકુંડલાના સેવાભાવી રઘુવંશી આગેવાન રાજુભાઈ શિંગાળા સહિતનાઓની નીચે મુજબના આગામી ત્રણ વર્ષ માટે નવનિયુક્ત હોદ્દેદારોની વરણી સર્વાનુમતે કરવામાં આવેલ છે.. તેમજ નીચે મુજબના વિવિધ સમાજ ઉપયોગી ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવેલ છે, આ અગત્યની મિટિંગમાં ટ્રસ્ટીઓ તથા કારોબારી કમિટીના ભાઈઓ હાજર રહ્યા હતા, જેમાં સર્વાનુમતે અને બધાની સ્વયંભુ સંમતિથી નીચે મુજબ આવતા ત્રણ વર્ષ માટેની વરણીઓ જાહેર કરવામાં આવી હતી.

   આજરોજ સાવરકુંડલા ટ્રસ્ટીઓ અને કારોબારી કમિટી સભ્યોની મિટિંગમાં  

મેનેજીંગ ટ્રસ્ટી.. વિજયભાઈ વી.વસાણી, 

પ્રમુખ જગદીશભાઈ એન. માધવાણી, 

ઉપપ્રમુખ રાજુભાઇ શીંગાળા,

મંત્રી હાર્દિકભાઈ ખીમાણી, 

મંત્રી રાજુભાઈ નાગ્રેચા, 

ખજાનચી પ્રકાશભાઈ વણજારા, 

ઓડીટર સાગરભાઈ

 મશરૂ,

સહ ઓડીટર અમીતભાઈ સાદરાણી,તરીકે વરણી કરવામા આવેલ છે..

સાથોસાથ આગામી જલારામ બાપાની જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવશે.. બંને ટાઈમની સમુહ જ્ઞાતિ ભોજન પ્રસાદ દર વર્ષેની માફક કરવામાં આવશે,

જેમાં બપોરના સમુહ જ્ઞાતિભોજન પ્રસાદ (નાત)ના મનોરથી સમસ્ત માધવાણી પરિવાર સાવરકુંડલા, 

રાત્રી સમુહ જ્ઞાતિ ભોજન પ્રસાદ (નાત) ના મનોરથી શ્રી વીર દાદા જશરાજ સેના દ્વારા 

તેમજ જલારામ મંદિરમાં બટૂકભોજન તથા અન્નકુટ ઉત્સવનાં મનોરથીઓ 

આનંદભાઈ હરિયાણી પરિવાર, 

ગીરીશભાઈ રાયચા પરિવાર, 

ધુવિલભાઈ રાયચુરા પરિવાર, 

દરેક જાહેરાતોને હાજર રહેલા તમામ ભાઈઓએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધેલ છે.. 

એમ લોહાણા મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી  વિજયભાઈ વસાણીએ જણાવેલ છે..

Related Posts