આયુર્વેદ કોલેજોના વિદ્યાર્થીઓએ માનવમંદિરના હરિના બાળકો પર સંશોધન સંદર્ભે અભ્યાસ પણ કર્યો. સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલ માનવમંદિર ખાતે નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ આયુર્વેદ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા માનવ મંદિરમા સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો. આ ઉપરાંત નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ આયુર્વેદ કોલેજના વિધાર્થીઓએ માનવ મંદિરના હરિના બાળકોના ઉપર રિસર્ચ કર્યુ.. આ પ્રસંગે હરિના
મનોરોગી બહેનો સાથે વાતચીત કરી તેની વર્તણૂંકનો અને જીવન પધ્ધતિનો અભ્યાસ કર્યો. તેમની સાથે હળવી પળોમાં વાતો કરીને તેમના ઉત્સાહ વધારવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો. આમ આ આશ્રમ ધીમે ધીમે હવે મનોરોગીઓના અભ્યાસનું કેન્દ્ર પણ બની ગયો છે.
Recent Comments