અમરેલીમાં ઓનલાઇન છેતરપિંડીનો એક મોટો બનાવ સામે આવ્યો હતો. અહીં એક અજાણ્યા આરોપીએ શિક્ષકના બેંક ખાતામાંથી રૂ.૧,૭૪,૫૦૭/ ની રકમની છેતરપિંડી કરી ગુનો આચર્યો હતો. જેને લઈ શિક્ષક તરીકે નોકરી કરતાં નયન હિંમતભાઇ જાવિયા (ઉ.વ.૨૮)એ અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, આરોપીએ તેમના બેંક ખાતાને નિશાન બનાવ્યું હતું. છેતરપિંડી કરનારે તેમને સૌપ્રથમ RTO ચલણના નામે વાતચીતમાં ફસાવ્યો હતો. ત્યારબાદ, આરોપીએ એક apk ફાઇલ (એન્ડ્રોઇડ એપ્લિકેશન પેકેજ ફાઇલ) મોકલી આપી હતી. ફરિયાદીએ આ ફાઇલ ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરતાં જ આરોપીએ તેમનો ફોન હેક કરી લીધો હતો. ફોન હેક થયા બાદ, ઠગાઈ કરવાના ઇરાદે આરોપીએ તાત્કાલિક ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી રૂ.૧,૭૪,૫૦૭ની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરીને ઉપાડી લીધી હતી.આ સમગ્ર મામલે ફરિયાદી દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ ઓનલાઇન ફ્રોડ અને સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
અમરેલીમાં શિક્ષકના બેંક એકાઉન્ટમાંથી ૧,૭૪,૫૦૭ની ઓનલાઇન છેતરપિંડી



















Recent Comments