અમરેલી

વિકાસ સપ્તાહ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં બરવાળા બાવીશી ખાતે અંદાજિ રૂ. ૨૫ લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત અમરેલી જિલ્લામાં પરિભ્રમણ કરી રહેલા ‘વિકાસ રથ’નું અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકામાં ઉળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમવારે સવારે ૯.૦૦થી ૧૧.૦૦ દરમિયાન બરવાળા બાવીશી મુકામે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગ્રામજનોને વિકાસ સપ્તાહ અંતર્ગત નાગરિકોનો સીધો લાભ આપવામાં આવ્યો હતો.

તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, પરશોત્તમભાઈ હિરપરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં  ગામના ૨૦૧ વ્યક્તિઓએ વિકાસ શપથ લીધા હતા. ગ્રામ વિકાસના સુવિધામાં ઉમેરો કરતા આશરે રૂ. ૨૫ લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ગ્રામજનોને રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. આઇ.સી.ડી.એસ. દ્વારા વાનગી પ્રદર્શન અને મહિલા તેમજ બાળ કલ્યાણ વિભાગનું પ્રદર્શન યોજાયું હતું. ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા.

બપોરે સારંગપુર મુકામે યોજાયેલા કાર્યક્રમમાં ગામના ૧૩૫ નાગરિકોએ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હિરપરાના અધ્યક્ષ સ્થાને ભારત વિકાસ શપથ લીધા હતા. સારંગપુર મુકામે રૂ. ૩૦ લાખના વિકાસ કાર્યોનંહ ખાતમુહૂર્ત અને રૂ. ૪૦ લાખના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આમ ગામમાં આશરે રૂ. ૭૦ લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું હતું.

બરવાળા બાવીશી મુકામે યોજાયેલા કાર્યક્રમમાં મામલતદારશ્રી સિંધી, તાલુકા વિકાસ અધિકારીશ્રી ખાંભલા, સરપંચશ્રી તેમજ વહીવટીતંત્રના અધિકારીશ્રી અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સારંગપુર મુકામે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી ખાંભલા, વિસ્તરણ અધિકારીશ્રી દાફડા તેમજ તાલુકા વહીવટીતંત્રના કર્મયોગીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts