દિવાળી પર્વની રજાઓ અંગે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સાવરકુંડલા દ્વારા જાહેરાત કરતાં જણાવવામાં આવેલ કે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સાવરકુંડલા જી.અમરેલી દ્વારા આગામી દીવાળી પર્વ નિમિતે તા.૧૮/૧૦/૨૦૨૫ ને શનીવાર થી તા.૨૬/૧૦/૨૦૨૫ રવિવાર સુધી રજા જાહેર કરવામાં આવે છે. જે દરમ્યાન સાવરકુંડલા માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. તા.૨૭/૧૦/૨૦૨૫ ને સોમવારથી તમામ જણસીઓની હરરાજી તેમજ માર્કેટયાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે. જે અન્વયે રજાઓ બાદ તમામ જણસીઓની આવકને તા.૨૬/૧૦/૨૦૨૫ ને રવીવારથી પ્રવેશ મળશે.જેની દરેક ખેડુતભાઇઓ, વાહનપારકો, કમીશન એજન્ટશ્રીઓ, વેપારશ્રીઓ તથા લાગતા વળગતાઓએ નોંધ લેવા
સેક્રેટરી એ.પી.એમ.સી. સાવરકુંડલાની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

















Recent Comments