અમરેલી

અમરેલી ખાતેની કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ

અમરેલી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં  કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતિ લાવવા વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો છે.

પ્રાકૃતિક ઉત્પાદનો અને બાયો ઇનપુટ પેકેજીંગ સાથેનો વિશેષ સ્ટોલ ખેડૂતો માટે પ્રેરણારૂપ પણ બન્યો હતો. આ વિશેષ સ્ટોલની સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સહિતના મહાનુભવોએ પણ મુલાકાત લીધી હતી.

કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ બાયો ઇનપુટ જેવા કે જીવામૃત, નિમાસ્ત્ર દસપર્ણી અર્ક, બ્રહ્માસ્ત્ર, અગ્નિ અસ્ત્ર વગેરે રેડી ટુ યુઝ પેકિંગ સ્ટોલના માધ્યમથી પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા, ઉપરાંત દેશી અંબા મહોર ડાંગર, તલ, મકાઈ, બાજરો તેમજ ત્રણેય ઋતુના પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરેલ દેશી બીજનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.

સાંસદશ્રીએ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના માર્કેટિંગને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું,  સાથે જ સ્ટોલમાં નિદર્શિત વસ્તુઓની સરાહના કરી હતી. આ  સ્ટોલ દ્વારા પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનનું જેટલું જ માર્કેટિંગ પણ એટલું જ મહત્વપૂર્ણ છે, તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સ્ટોલમાં નિદર્શિત વસ્તુઓ કુલપતિ શ્રી સી.કે. ટીંબડીયાના માર્ગદર્શન હેઠળ કોલેજના આચાર્ય શ્રી સ્વપ્નિલ દેશમુખ અને સ્ટાફ દ્વારા બનાવવામાં આવી છે.

Related Posts